ન્યારીડેમ પાસે ઓ.ટી.બીમાં હોટલમાં જુગારક્લબ ઝડપાઈ:પાંચની ધરપકડ
કેટરિંગના ધંધાર્થીએ ન્હાવાના બહાને રૂમ ભાડે રાખી જુગારક્લબ શરુ કરી, હોટલનો કર્મચારી ધ્યાન રાખતો
રાજકોટના ન્યારીડેમ રોડ ઉપર આવેલ હોટલ ઓ.ટી.બીમાં તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા હોટલ કર્મચારી સહીત 5 ને ઝડપી લઇ રોકડ રૂ.૩૪૧૪૦ અને બે કાર સહીત રૂ.૧૨. ૩૪ લાખનો મુદ્દમાલ કબજે કરી વધુ તપાસ શરુ કરી છે. હોટલમાં ન્હાવા આવ્યાનું કહી રૂમ રાખી કેટરિંગના ધંધાર્થીએ જુગારક્લબ શરુ કરી હતી.
ન્યારીડેમ રોડ ઉપર આવેલ હોટલ ઓ.ટી.બીમાં રૂમ નં. પી-૧માં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગારક્લબ ચલાવનાર કેટરિંગના ધંધાર્થીએ કૌશિકભાઇ ઘીરજભાઇ વસોયા ઉપરાંત ખાતરની એજન્સી ધરવતા કિશોરભાઇ ગોવિદભાઇ ઠુંમર, ફ્લોરમિલ ચલાવતા રીખવભાઇ નટવરલાલ ચનીયારા, પ્રિન્ટીગ પ્રેસ ચલાવતા જમનભાઇ લાઘાભાઇ સભાયા, ઓ.ટી.બીના કર્મચારી નવીનભાઇ વિરમાભાઇ પારગીની ધરપકડ કરી રૂ. રૂ.૩૪૧૪૦ અને બે કાર સહીત રૂ.૧૨. ૩૪ લાખનો મુદ્દમાલ કબજે કરી તપાસ કરતા જાણવા મળ્યું કે હોટલમાં ન્હાવા આવ્યાનું કહી રૂમ રાખી કેટરિંગના ધંધાર્થીએ કૌશિકે જુગારક્લબ શરુ કરી હતી. જેમાં હોટલના કર્મચારી નવીનભાઇ વિરમાભાઇ પારગીને પોલીસ રેડ ન પાડે તે માટે ધ્યાન રાખવા માટે રૂપિયા આપતા હતા.આ મામલે આઈડી વગર હોટલનો રૂમ આપનાર હોટલના માલિક ગીરીશ સામે પણ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.