પહેલી ઓક્ટોબરથી જન્મ પ્રમાણપત્ર સિંગલ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાશે
શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ, ડ્રાઇવિંગ લાઇસન્સ, લગ્ન રજીસ્ટ્રેશન માટે લોકોને સરળતા રહેશે
દેશની જનતા માટે સારા સમાચાર છે. પહેલી ઓક્ટોબરથી બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ હવે સિંગલ ડોક્યુમેન્ટ તરીકે કરી શકાશે. આ બારામા કેન્દ્ર સરકાર વિતેલા સંસદના મોન્સુન સત્રમાં બિલ લઈને આવી હતી અને તેનું નામ હતું જન્મ-મૃત્યુ રજીસ્ટ્રેશન સુધારા ખરડો.
હવે લોકો જન્મ પ્રમાણપત્રને સ્કૂલ કોલેજમાં એડમિશન માટે તેજ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે, મતદાર યાદી તૈયાર કરાવવા, વિવાહ રજીસ્ટ્રેશન માટે તેમજ સરકારી નોકરી માટે પણ સિંગ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરી શકશે.
પહેલી ઓક્ટોબરથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ સિંગલ ડોક્યુમેન્ટ તરીકે લોકો ઉપયોગ કરી શકશે. પાસપોર્ટ બનાવવા માટે પણ જન્મ પ્રમાણપત્ર રજૂ કરી શકાશે અને જન્મ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાનું પણ સરળ બની જશે. આમ થવાથી લોકોને દરેક સરકારી સેવાનો કોઈપણ હેરાનગતિ વગર લાભ મળશે અને વારંવાર કોઈ કામ માટે ધક્કા ખાવા પડશે નહિ.