ડિસેમ્બરથી રાજકોટથી દિવ,સુરતની ફલાઇટ ટેકઓફ થશે
ઇન્ડિગોએ દિવ-રાજકોટ-સુરત ફલાઇટ શરૂ કરવા મૂકી પ્રપોઝલ:દિવાળી અને 31 ડિસેમ્બરને લઈ ગોવાની ફલાઈટ ડેઇલી ઉડાન ભરશે
આગામી ડિસેમ્બર મહિનાથી દીવ અને સુરત માટેની ફ્લાઈટ ઉડાન ભરશે . ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા દીવ-રાજકોટ- સુરત માટેની ફ્લાઈટ શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટીમાં દરખાસ્ત મુકવામાં આવી છે. ઈન્ડિગો દ્વારા કરાયેલા સર્વેમાં દીવ માટે ફ્લાઇટ શરૂ કરવા સૌથી વધારે માંગણી ઉભી થઇ છે. આથી આ એરલાઇન્સ શરૂ કરવાનો નિર્ણય ઈન્ડિગો કંપનીએ લીધો છે .
રાજકોટ હીરાસર એરપોર્ટનું સત્તાવાર વિન્ટર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી, નવા ટાઈમ ટેબલ અનુસાર અમદાવાદની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે જ્યારે દિલ્હી માટેની વધુ એક ફ્લાઇટ વધશે. આ ઉપરાંત આગામી ત્રણ ચાર મહિના બાદ અમદાવાદ માટેની પણ ફલાઇટ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.
ઇન્ડિગોએ આપેલા પોતાના વિન્ટર શેડ્યુલમાં ગોવાની ફલાઇટ ડેઇલી શરૂ કર છે. શિયાળુ સત્રમાં જ દિવાળી તેમજ 31 ડિસેમ્બર આવતી હોવાથી સૌરાષ્ટ્રમાંથી ગોવા માટેનો ટ્રાફિક વધારે હોય છે.આ એર ટ્રાફિકને પહોંચી વળવા માટે ઇન્ડિગોએ રાજકોટ હીરાસર એરપોર્ટ થી ગોવાની ફ્લાઇટ નિયમિત શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે હૈદરાબાદની ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરશે આ ઉપરાંત પૂનાની ફ્લાઈટ પણ અઠવાડિયામાં ત્રણ દિવસ રાજકોટ થી ઉડાન પડશે.