રાજકોટમાં સિનિયર સિટીઝન-દિવ્યાંગ-થેલેસેમિક દર્દીઓને ફ્રીમાં સિટી બસની મુસાફરી
મહાપાલિકાના વાર્ષિક બજેટને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપ્યા બાદ તેમાં અનેક મહત્ત્વની જાહેરાતો કરી હતી. ખાસ કરીને હવે સીનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત, જુવેનાઈયલ ડાયાબિટીઝ હોય તેવા લોકો પાસેથી લાયબ્રેરીમાં સભ્યપદ ફી લેવામાં આવશે નહીં. આવી જ રીતે આ લોકોને સીટી બસ સેવા તેમજ બીઆરટીએસ સેવામાં ફ્રી-મુસાફરી કરાવવામાં આવશે.
સુક્નયા સમૃદ્ધિ યોજના હેઠળ હવે દરેક બાળકીને ૧૫૦૦ રૂપિયા ચૂકવાશે
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુક્નયા સમૃદ્ધિ યોજનામાં ફાળો અત્યાર સુધી પ્રતિ લાભાર્થી ૩૬૫ રૂપિયા ફાળવવામાં આવતા હતા જેમાં મ્યુનિ.કમિશનરે વધારો કરીને ૧૦૦૦ કરવા સુચન કર્યું હતું. જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ રકમ વધારીને ૧૫૦૦ કરી છે.
દર ૪ ઑક્ટોબરે પ્રદ્યુમન પાર્કમાં લોકોને મફત એન્ટ્રી
વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે મતલબ કે દર વર્ષે ૪ ઑક્ટોબરે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં મુલાકાતીઓને વિનામૂલ્યે એન્ટ્રી અપાશે. આવી જ રીતે કોલ સેન્ટર ફરિયાદ નિવારણ સીસ્ટમનો વ્યાપ વધારી વોટસએપ સિવાયના અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે.