શેરબજારમાં રોકાણની લાલચે ડેરી સંચલાક સહીત ૯ સાથે રૂ.૬૯.૫૦ લાખની છેતરપિંડી
ફીકસ પાંચ ટકા લેખે પ્રોફીટની લાલચ આપી બે શખ્સોએ શીશામાં ઉતર્યા
રાજકોટમાં શેરબજારમાં રોકાણ કરવાના બહાને ડેરી સંચાલક અને તેના મિત્રો સહીત ૯ વ્યક્તિઓ સાથે રૂ.69.50 લાખની છેતરપિંડી અંગે એ-ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી.વાણીયાવાડીના બન્ને શખ્સોની પોલીસે શોધખોળ શરુ કરી હતી.
યુનિવર્સીટી રોડ ઉપર રવીપાર્ક પાછળ રહેતાં અને ખોડીયાર ડેરીના નામથી ડેરી ચલાવતા કમલેશભાઇ વશરામભાઇ ગોંડલીયાની ફરીયાદને આધારે પોલીસે વાણીયાવાડીના વિશાખા એપાર્ટમેન્ટમાં રહેતા અને લખાજીરાજરોડ પર આવેલ રાજયોગ ચેમ્બરમાં ઓફીસ ધરાવતાં હરેશ પ્રવીણ પીપળવા, ધાર્મિક રમેશ પીપળવા સામે ગુનો નોંધ્યો હતો. દુધના ધંધાર્થી કમલેશભાઈ પટેલને આઠ મહીના મીત્ર જયેશભાઇ હીંમતલાલ ગાંધી મારફતે હરેશ પીપળવા તથા ધાર્મિક પીપળવા સાથે ઓળખાણ થયેલ હતી.શેરબજારનું કામ કરતા હોય શેરબજારમાં રોકાણ કરવુ હોય જેથી ઓફિસે ગયેલ હતાં.શેરબજારમાં જે રકમનુ રોકાણ કરીએ તેનું ફીકસ પાંચ ટકા લેખે તેઓને પ્રોફીટની લાલચ આપી રોકાણ કરવા આપેલ રૂપીયા પોમીસરી નોટ કરી આપવામાં આવશે તેવી વાત થયેલ હતી.
કમલેશભાઈ અને તેના મિત્રો પરબતભાઇ લાખાભાઇ ખટાણા, રાણાભાઇ દેવાયતભાઇ ખટાણા, જયેશભાઈ સુરેશભાઇ પંડયા, હીરેનપુરી અશ્વિનપુરી ગોસાઇ, કલ્પેશભાઇ અરવીંદભાઇ ઠકરાર તેમજ માતા સવીતાબેન,પિતા વશરામભાઈ,પત્ની શીતલબેનના નામે અલગ અલગ સમયે બંને આરોપીઓને રોકડ, આર.ટી.જી.એસ.થી તથા ચેક મારફતે રોકાણ માટેના કુલ રૂ.69.50 લાખ આપેલ હતાં. જેમાં બન્નેએ ત્રણ માસ સુધી પ્રોફિટ આપી બાદમાં હાથ ઊંચા કરી છેતરપીંડી આચરી હતી.જેથી આ બાબતે પોલીસ ફરીયાદ નોધાવવામાં આવી હતી.