મહારાષ્ટ્રના વેપારી પાસે ખોટું નામ ધારણ કરી રૂ.1.80 લાખની છેતરપિંડી
રાજકોટના શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ…પેટા
મહારાષ્ટ્રના વેપારી સાથે ખોટું નામ ધારણ કરી રૂ.1.80 લાખની છેતરપિંડી કરનાર રાજકોટના વેપારી સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. રાજકોટના ગઠીયાએ ભાવેશ પટેલ ખોટું નામ ધારણ કરી લીલા વટાણા મંગાવી નામના શખ્સે ઠગાઈ કરતા બી. ડિવિઝન પોલીસે તેની શોધખોળ શરુ કરી છે.
મહારાષ્ટ્રના શાકિ ગામમાં રહેતાં અને સાંઈરામ ટ્રેડીંગ નામથી શાકભાજીનો વેપાર કરતા નિર્મળભાઈ એ રાજકોટના જૂના માર્કેટીંગયાર્ડમાં ગાયત્રી વેજીટેબલ નામની પેઢી ધરવતા ભાવેશ પટેલ પાસેથી 28 ટન લીલા વટાણા ખરીદવાની વાત કરી હતી. જેથી નિર્મળભાઈએ મહારાષ્ટ્રથી લીલા વટાણા મોકલ્યા હતા,જે મળી ગયા બાદ આંગડીયા મારફત રૂા.1.80 લાખનું પેમેન્ટ કરવાની ખાતરી આપી હતી. જેથી તેણે લીલા વટાણા ટ્રકમાં મોકલી દીધા હતા. ટ્રક ચાલક જૂના માર્કેટીંગ યાર્ડે પહોંચતા એક શખ્સ પોતે ભાવેશનો માણસ હોવાનું જણાવી માલ ગંગા ટ્રેડીંગ નામની પેઢી ખાતે ઉતરાવી દીધો હતો. અને રૂ.6 હજારનું ભાડું ચૂકવી દીધું હતું. મહારાષ્ટ્રથી નિર્મળભાઈએ પેમેન્ટ માટે ભાવેશને કોલ મોબાઈલ નંબર બંધ કરી દીધા હતા જેથી પોતાના પરિચીત મારફત તપાસ કરાવતા જૂના માર્કેટીંગ યાર્ડમાં ભાવેશ પટેલની ગાયત્રી વેજીટેબલ નામની પેઢી નહીં હોવાનું જાણવા મળ્યું હતું. ગંગા ટ્રેડીંગમાં જ્યાં વટણા ઉતારવામાં આવ્યા ત્યાં તપાસ કરતા પેમેન્ટ આંગડીયા મારફત સુરતના છપરા બજારની બ્રાંચ ખાતે કર્યાનું જાણવા મળ્યું હતું. ભાવેશ પટેલ નામ ધારણ કરી છેતરપીંડી કરનાર સામે બી. ડિવિઝન પોલીસ મથક ગુનો નોંધાતા પોલીસે ભાવેશ પટેલને સકંજામાં લેવા તપાસ શરુ કતી છે.