દસાડાના પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત મોરબીના ચાર યુવાનોના મોત
લૌકિક પ્રસંગે કડી જતા હતા ત્યારે કાળ ભેટ્યો,પરિવારમાં શોક
પાટડી તાલુકાના દસાડા જૈનાબાદ રોડ પર વણાંક ગામ પાસે સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અક્સમાત સર્જાયો હતો જેમાં મોરબીથી કડી લૌકિકમાં જઈ રહેલા ચાર યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. રાજસ્થાન પાસીંગના ટ્રક ચાલકે સ્વિફ કારને ટક્ક મારતા કાર ઉછળીને ખેતર અને રોડની વચ્ચે ચોકડીમાં જઈ પડી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે, કારના ફૂરચેફૂરચા ઉડી ગયા અને મૃતકોને કાર ના બારણા તોડી ડેડબોડી બહાર કાઢવામાં આવ્યા હતા.
દસાડા પાટડી હાઇવે વધુ એક વખત રક્તરંજીત બન્યો હતો. છેલ્લા એક વર્ષમાં પાટડી હાઇવે ઉપર રોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે. આરજે-27-જીડી-૯૩૯૮ નંબરના ટ્રક અને મોરબી પાસીંગની જીજે-૩૬-એએફ-૦૦૭૪ વચ્ચે સર્જાયેલ આ ગમખ્વાર અકસ્માતમાં જે ચાર યુવાનોના મોત થયા તેમાં મૃત્યુ પામેલા મોરબી જિલ્લાના મોડપર ગામના રહેવાસી ઈન્દ્રજિતસિંહ ઝાલા (ઉ. 22) અને મુક્તરાજ ઝાલા (ઉ. 34) તેમજ મોરબીના વીરપડા ગામના રહેવાસી સિદ્ધરાજસિંહ જાડેજા (ઉ. 33) અને મોરબીના ઈન્દિરાનગર-મહેન્દ્રનગરના રહેવાસી વિજય મુછડિયા (ઉ.25) હોવાનું જાણવા મળ્યું હતું. તમામ મૃતકના પરિવારને અકસ્માતની જાણ કરવામાં આવી છે.આ બનાવથી મૃતકોના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.અકસ્માત સર્જાયો તે કાર કુલદીપસિંહ પરમાર નામે રજિસ્ટર છે, જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક રાજસ્થાન પાર્સિગની છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.મૃતકો મોરબીથી લૌકિકના કામે કડી જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.