છ વર્ષની બાળકી સાથે અડપલાં કરનારને ચાર વર્ષની સજા
ભોગ બનનાર બાળકીની જુબાનીને ધ્યાનેન્યાયાધીશે કરેલ હુકમ
રાજકોટમાં ઘર પાસે રમતી છ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર શખ્સને કોર્ટે ચાર વર્ષની સજા અને અને રૂ.5,000 નો દંડ તેમજ જોદંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.
વર્ષ 2018માં રાજકોટમાં એક વિસ્તારમાં ઘર પાસે છ વર્ષની બાળકી પોતાના બાળમિત્રો સાથે શેરીમાં રમતી હતી. ત્યારે અશોક ઉર્ફે કાળુ રાજુભાઈઉઘરેજાનામના નારધમે આ છ વર્ષની બાળા પાસે જઈ ચાલ હું પણ તારી સાથે થપો દાવ રમુ તેમ કહી બાળકીને એકાંત જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા. બાળકીએ બુમાબુમ કરતા આરોપી ભાગી ગયો હતો આ મામલે અશોક ઉર્ફે કાળુ ઉધરેજા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદનોંધાવી હતી. પોલીસે અશોકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.જે કેસ પોકસો કોર્ટમાં ચાલતા છ જેટલા સાહેદો અને સાતથીવધુ દસ્તાવેજી પુરાવા અને ભોગ બનનાર બાળકીની જુબાનીને ધ્યાને લઈ આરોપી અશોક ઉર્ફે રાજુઉધરેજાને કોર્ટે ચાર વર્ષની સખત કેદ અને રૂ.5000 દંડની રકમ નભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો.
આ કેસમાં સરકાર પક્ષે મદની સરકારી વકીલ આબિદ સોસન અને આસિસ્ટન્ટ ટ્વિંકલચુડાસમા તેમજ મૂળ ફરિયાદી વતી અભય ભારદ્વાજ એસોસીએટના એડવોકેટ અંશભારદ્વાજ, ડી.એસ. પીપળીયા, અમૃતા ભારદ્વાજ, દિલીપભાઈ પટેલ અને ગૌરાંગગોકાણી રોકાયા હતા.