24 કલાકમાં કા૨ખાનેદા૨ સહિત ચારના આપઘાત
આર્થિક ભીંસથી કંટાળી કારખાનેદાર અને દારૂની કુટેવથી યુવાને જીવ દીધો
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાંકા૨ખાનેદા૨ સહિત ચાર વ્યક્તિઓએ આપઘાત કરી લીધાના બનાવ પોલીસ ચોપડેનોંધાયા છે.
પ્રથમ બનાવમાં રાજકોટ નજીક મેટોડાની ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતાં અને કાસ્ટીંવગનું કારખાનુ ધરાવતાં રામદેવભાઈ નાથાભાઈ ગોરડ (ઉ.૩૮) નામના યુવાને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો તેણે સ્યુાસાઇડ નોટમાં ‘સોરી, હવે ટેન્શીન સહન થતું નથી, આર્થિક ભીંસને કારણે પગલુ ભરુ છું’ તેવું લખ્યુંમ હતું.
કોરોનાકાળ બાદ કારખાનામાં મંદી આવી ગઇ હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં કંટાળીને પગલુ ભર્યાનું ખુલ્યુંય હતું. આપઘાતને કારણે બે પુત્રી અને એક પુત્ર પિતા વિહોણા થઇ ગયા છે.
બીજા બનાવમાં સાંઈબાબા સોસાયટી–૩માં ૨હેતાં હર્ષ્ાદભાઈ વાલજીભાઈઘોઘા૨ી (ઉ.વ.૩૪)નામના યુવકે પોતાના ઘ૨ે એકલા હતાં ત્યા૨ે ઝે૨ી દવા પી લીધીહતી. જેને સા૨વા૨ અર્થેસિવિલમાં ખસેડતાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.મૃતક બે ભાઈમાં નાનો અને અપ૨ણિત હતો તેને દારૂ પીવાની ટેવ હોવાથી માનસિકસ્થિતિ બગડી જવાથી ઘ૨માં પણ અવા૨–નવા૨ માથાકુટ ક૨તાં હોય માતા બહા૨ગયા હોય ત્યા૨ે કંટાળી પગલું ભ૨ી લીધું હોવાનું તેમના ભાઈએ જણાવ્યું હતું.
ત્રીજા બનાવમાં કાલાવડ ૨ોડ પ૨ લમીના ઢોળે ૨હેતાં ૨િાા ડ્રાઈવ૨ કિ૨ણભાઈ જેન્તીભાઈ પ૨મા૨ (ઉ.વ.૩પ)નામના યુવકે ઘરે પંખામાં ચુંદડીબાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવા૨ે માતા હંસાબેન ઉઠાડવા માટે જતા પુત્ર લટકતો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસ વિશેષ તપાસ શરૂ કરી છે.