એલઆરડીની બોગસ ભરતી પ્રકરણમાં ચાર વચેટિયાની ધરપકડ
પકડાયેલ પિતા-પુત્ર અને બે સાઢુભાઈ 7 દિવસના રિમાન્ડ ઉપર
મહિલા સહિત ચાર શખ્સોએ ઉમેદવારો પાસેથી આશરે 1 કરોડ પડાવ્યા
ક્રાઇમ બ્રાંચે પકડી પાડેલા એલઆરડી ભરતી કૌભાંડમાં પકડાયેલા જસદણના શિવરાજ પૂર ગામના પ્રદીપ ભરતભાઇ મકવાણાના તેના પિતા ભરત મકવાણા તેમજ માસા જસદણના બરવાળા ગામે રહેતા ભાવેશભાઈ ગોબરભાઈ ચાવડા તેનો ભાઈ બાલાભાઈ ગોબરભાઈ ચાવડાની ધરપકડ બાદ ચારેયના 7 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. તેમજ આ કૌભાંડમાં વધુ ચાર વચેટિયાઓની ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડમાં સુત્રધાર તરીકે ચોટીલાના દેવરાજ ગાબુ, સીમા સાકરીયા અને સાયલાના ગઢસીરવાણીયાના હિતેશ દુમાદીયાની સંડોવણી બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે તમામની શોધખોળ હાથધરી છે. આઇપીએસ અધિકારીઓની ખોટી સહી સાથે બોગસ નિમણુંક પત્ર બનાવી આશરે એકાદ કરોડથી વધુ રકમ નોકરી ઇચ્છુકો પાસેથી ખંખેરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. શારિરીક કસોટીમાં ફેઈલ યુવકો સામે પણ કાર્યવાહીના પોલીસસુત્ર દ્વારા મળેલા નિર્દેશથી ટૂંક સમયમાં ધરપકડનો આંક 30 જેટલો થયા તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ચોટીલાના બે શખ્સોએ 28 જેટલા ઉમેદવારોને નકલી નિમણૂક પત્રના આધારે સીધા પોલીસની એલઆરડી તાલીમમાં ઘૂસાડી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. રાજકોટ પોલીસ કમિશર ઉપરાંત જુનાગઢ રેન્જ આઇજી,ભાવનગર રેન્જ આઇજી, સુરત રેન્જ આઇજી તેમજ પોલીસ કમિશરની સહી વાળા બોગસ ઓર્ડર તૈયાર કરવામાં આવ્યા હતા. તાલીમ શરૂ થયાના દોઢ મહિના પછી 2021ની એલઆરડીની ભરતીનો બનાવટી નિમણુંક લઈ પોલીસ હેડકવાટર્સ ખાતે હાજર થયેલા જસદણના શિવરાજ પૂરના પ્રદીપ ભરતભાઇ મકવાણાના નિમણૂંક પત્રની ચકાસણી બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. ગુજરાતમાં 2021 લેવાયેલી એલઆરડીની ભરતી કરવામાં આવી હતી. જેની પરીક્ષામાં નાપાસ થયેલા 28 જેટલા ઉમેદવારો પાસેથી 4 થી 5 લાખ લઈ ચોટીલાના બે શખ્સોએ પોલીસ તાલીમના અલગ અલગ જિલ્લામાં સીધા તાલીમમાં ધુંસાડી દેવાના ષડયંત્રમાં પ્રદીપના માસા ભાવેશનો ભાઈ બાલો જ એલઆરડીમાં નાપાસ થયેલ ઉમેદવારનો સંપર્ક કરતો હતો. બાલો એક ઉમેદવાર પાસેથી 4થી 5 લાખ લઈ તેમાંથી 4 ટકા કમિશન મેળવતો બાલાએ રાજકોટ ઉપરાંત સુરત, જુનાગઢ, ભાવનગરમાં તાલીમ માટેના નકલી નિમણુંક લેટર આપવામાં આવ્યા હતા. ચોટીલાના દેવરાજ ગાબુ, સીમા સાકરીયા અને સાયલાના ગઢસીરવાણીયાના હિતેશ દુમાદીયાનું નામ ખૂલ્યું હતું. આઇપીએસ અધિકારીઓની ખોટી સહી સાથે બોગસ નિમણુંક પત્રના આધારે અંદાજે એકાદ કરોડથી વધુ રકમ પડાવી હોવાનું ખૂલ્યું છે. એલઆરડીની શારિરીક કસોટીમાં ફેઈલ ઉમેદવારો જેમણે આ તાલીમ માટેના આ નકલી નિમણૂક ઓર્ડર મેળવ્યા છે. તે તમામ સામે પણ કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. ધરપકડનો આંક 30 જેટલો થયા તેવી શક્યતા છે.
ક્રાઇમ બ્રાંચે રિમાન્ડ માટે રજૂ કરેલ મુદ્દા સાંભળી
બચાવ પક્ષના વકીલે દલીલ કરવાનું ટાળ્યું
બોગસ નિમણુંક પત્રના આધારે રાજકોટ નોકરી મેળવવા આવેલા શિવરાજપુરના પ્રદિપ ભરત મકવાણા, તેના પિતા ભરત મકવાણા, બરવાળાના ભાવેશ ગોબર ચાવડા અને તેના ભાઇ બાલા ગોબર ચાવડાને રિમાન્ડ પર લેવા ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શ હેઠળ પી. આઈ વી. બી. જાડેજા અને પીએસઆઈ એ.એન. પરમાર સહિતના સ્ટાફે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગ કરી અલગ અલગ મુદ્દાઓ ઉપર રિમાન્ડની માંગ કરી હતી ત્યારે આરોપી તરફી બચાવ પક્ષના વકીલે ક્રાઇમ બ્રાંચે રિમાન્ડ માટે રજૂ કરેલ મુદ્દાઓ અને આ કૌભાંડ કેટલું મોટું છે તે વિગતો જાણ્યા બાદ દલીલ કરવાનું ટાળ્યું હતું અને કોર્ટે પકડાયેલ પ્રદીપ,ભરત,ભાવેશ અને બાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.