ધ્રાંગધ્રા નજીક ઇકો કાર પલ્ટી ખાતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત
લગ્નમાં હાજરી આપી પરત આવતા દલવાડી સમાજના લોકોને નડેલો અકસ્માત
ધ્રાંગધ્રા નજીક અમદાવાદ કચ્છ હાઈવે પર ભયાનક અકસ્માતની ઘટમાં ચાર લોકોના મોત થયા હતા. દલવાડી સમાજના લોકો લગ્ન સમારોહમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન ઇકો કારનું ટાયર ફાટતાં ઇકો કાર પલ્ટી ખાઈ જતાં ચાર લોકોના મોત થયા હતા. અકસ્માતના સમાચાર મળતા જ ધ્રાંગધ્રા પોલીસ અને સ્થાનિક પ્રશાસન દુર્ઘટના સ્થળે પહોંચ્યું હતું. આ બનાવમાં એક ઘાયલને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતો.
ધ્રાંગધ્રા તાલુકા હરીપર પાસે અમદાવાદ કચ્છ હાઇવે ઉપર આ અકસ્માતની ઘટના બની હતી. ઇકો કાર પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં દલવાડી સમાજના યજ્ઞેશભાઈ ઉર્ફે કાનાભાઈ હિતુભાઈ જાદવ, ઇન્દુમતીબેન જીતેન્દ્રભાઈ જાદવ, રાધાબેન નીલકંઠ ભાઇ જાદવ, ધનેશભાઈ બાબુભાઈ ચાવડાનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
