જામગઢની જમીન પચાવી પાડનાર ચાર ભૂમાફિયાની ધરપકડ
દસ્તાવેજ બાદ રેવન્યુ રેકર્ડમાં નોંધ કરાવતાતકરારી દાખલ કરી વિવાદ ઊભો કર્યો
કુવાડવા નજીક જામગઢ ગામની જમીન બોગસ દસ્તાવેજોનાં આધારે પચાવી પાડવા અંગે કુવાડવારોડ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી એકની શોધખોળ શરૂ કરી છે.
રણછોડનગર સોસાયટી શેરી નંબર-13માં રહેતા ભુપતભાઈ ગોરધનભાઈલુણાગરીયા (ઉ.વ.40)ની ફરિયાદ પરથી હરેશ ભાનુભાઈ છૈયા,વિક્રમ વિભાભાઈ લાવડીયા,શૈલેષસામજીભાઈ વરસાણી અને એભલ પ્રભાતભાઈ કુવાડીયા અને જામગઢના ગોકળ દેવશી વાવડીયા સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.જમીન લે-વેચ કરવાનુંકામ કરતાં ભુપતભાઈ ગોરધનભાઈલુણાગરીયાએ જામગઢનાં ગોકળ દેવશીવાવડીયા પાસેથી રૂ. 1.46 લાખમાં જમીન ખરીદી હતી.
બાદમાં જમીનનો કબ્જો પણસંભાળી લીધો હતો.વેંચાણ દસ્તાવેજ થયા પછી રેવન્યુ રેકર્ડમાં નોંધ કરાવતાગોકળે બદઈરાદાથી તકરારી દાખલ કરી હતી.જેમાં જે તે વખતે મામલતદાર દ્વારાબોજા અંગેનું કારણ કાઢી નોંધ રદ કરી હતી.ગોકળને અવારનવાર રેવન્યુ રેકર્ડમાં નોંધ કરાવવાનું કહેતા જવાબઆપતો ન હતો.આરોપી ગોકળ, વિક્રમ અને હરેશે જમીનનોકાયદેસરનો દસ્તાવેજ તેના નામ જોગ હોવા છતાં એભલ અને શૈલેષસાથે મળી તેની જમીન પચાવી પાડવા કાવત્રુ રચી ઉત્તરોત્તર બોગસ દસ્તાવેજોબનાવી તેને મામલતદાર કચેરીમાં ખરા તરીકે રજુ કરી ખોટી નોંધ કરાવી હતી.લેન્ડ ગ્રેબીંગ હેઠળ કલેકટર ગુનો દાખલ થયા બાદ કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધીહરેશ ભાનુભાઈ છૈયા,વિક્રમ વિભાભાઈ લાવડીયા,શૈલેષસામજીભાઈ વરસાણી અને એભલ પ્રભાતભાઈ કુવાડીયાની ધરપકડ કરી છે. જ્યારે ગોકળ ફરાર હોય તેની શોધખોળ શરૂ કરી છે.