બોર્ડની પરીક્ષા: ધો.10-12 માટે 30 નવેમ્બર અને ધો.12 સાયન્સ માટે 2 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે
એક પખવાડિયું પરીક્ષા વહેલી હોય અત્યારથી કામગીરીનો ઘમધમાટ, તારીખ 6 થી 14 ફેબ્રુઆરી દરમિયાન ધોરણ 12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષા
પ્રથમ વખત ગુજરાત બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર છે તે પૂર્વે અત્યારે વિદ્યાર્થીઓના પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે જેમાં ધોરણ 10 અને 12 કોમર્સ ના ફોર્મ 30 નવેમ્બર સુધી ભરાશે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ફોર્મ 2 ડિસેમ્બર સુધી ભરવામાં આવશે.
પરીક્ષા શરૂ થવાને આજે હવે ત્રણ મહિના બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જે અંતર્ગત પરીક્ષા કેન્દ્ર માટે ની પસંદગી તેમજ બ્લોક અને બિલ્ડીંગ સહિતની કામગીરી ચાલી રહી છે.
ગુજરાત બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવામાં આવશે. તારીખ 6 થી 14 ફેબ્રુઆરી દરમિયાન પ્રેક્ટીકલ પરીક્ષા લેવામાં આવશે જ્યારે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે.
દર વર્ષ કરતા આ વર્ષે 15 દિવસ અગાઉથી પરીક્ષા હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા ના કેન્દ્રો ઝોન બ્લોક અને બિલ્ડીંગ સહિત ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સી સી ટીવી હોય એવી જ શાળાઓમાં દર વર્ષની જેમ બોર્ડની પરીક્ષા કેન્દ્ર તરીકે જ લેવામાં આવશે.