પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વોઈસ ઓફ ડેની શુભેચ્છા મુલાકાતે
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજયભાઈ રૂપાણી પ્રથમ નોરતે વોઈસ ઓફ ડે મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા હતા વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજનું ઉષ્માભર્યું સ્વાગત એમ.ડી.કૃણાલ મણિયાર અને ડીરેક્ટર મીરાબેન મણિયારે કર્યું હતું. વિજયભાઈ રૂપાણીએ અલગ અલગ વિષયો ઉપર મેનેજિંગ ડીરેક્ટર કૃણાલ મણિયાર સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં તંત્રી પરેશ દવે અને એડવાઈઝર જગદીશભાઈ આચાર્ય પણ જોડાયા હતા. વિજયભાઈએ વોઈસ ઓફ ડે અખબારનું વાંચન કરીને તેના કન્ટેન્ટ અને આકર્ષક પ્રિન્ટીંગને વખાણ્યુ હતું. તેમણે પોતાની એ.બી.વી.પી.નાં કાર્યકરથી શરુ કરીને મુખ્યમંત્રીપદ અને હાલના પંજાબના ભાજપના પ્રભારી સુધીની સફર અંગે ઘણી વાતો કરી હતી અને કેટલાક રસપ્રદ કિસ્સાઓ ટાંક્યા હતા. વિજયભાઈ અને નીતિનભાઈએ વોઈસ ઓફ ડે મીડિયા હાઉસના જુદા જુદા વિભાગોની પણ મુલાકાત લીધી હતી અને અદ્યતન ટેકનોલોજી વિશે પૃચ્છા કરી હતી. તેમણે વોઈસ ઓફ ડેનાં માધ્યમથી સૌ રાજકોટવાસીઓને નવરાત્રીના તહેવારની શુભેચ્છા પણ પાઠવી હતી.