રાજકોટનાં બુટલેગરે મંગાવેલો રૂ.8.64 લાખનો વિદેશી દારૂ પકડાયો
લખતર પાસે સુરેન્દ્રનગર એલસીબીનો દરોડો,ડ્રાઈવરની ધરપકડ
રાજકોટનાં બુટલેગરે મંગાવેલો 8.64 લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો સુરેન્દ્રનગરનાં લખતર પાસેથી પોલીસે ઝડપી લઈ 15.69 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી હતી.
અમદાવાદ સુરેન્દ્રનગર હાઈ-વે પર લખતર નજીક વોચ ગોઠવી સુરેન્દ્રનગર એલસીબીએ શંકાસ્પદ હાલતમાં નીકળેલ ડમ્પર અટકાવી તલાશી લેતાં તાલપાડી નીચે છુપાવેલ રૂા.8,64,750ની કિંમતની જુદી જુદી બ્રાંડની 2306 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.ડમ્પરના ડ્રાયવર રાજસ્થાનના શ્રવણ આસુરામ બિશ્ર્નોઈની ધરપકડ કરી પુછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો રાજકોટનાં બુટલેગર રાજુભાઈએ બાડમેરના રાજેશ બિશ્ર્નોઈ પાસેથી મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું.એલસીબીએ રૂ.૧5.૬૯ લાખનો મુદ્દમાલ કબજે કરી વધુ તપાસ શરુ કરી હતી.