લોહીની બીમારી વચ્ચે મુસાફરી માટે “સર્ટિફિકેટ” મેળવવામાં થેલેસેમિક દર્દીઓનાં ‘લોહીના પાણી’ થાય છે…..!!!
જો તંત્ર દર્દીઓને આજીવન ફ્રી બસની મુસાફરીનું સર્ટિફિકેટ કાઢી આપે તો પારાવાર પરોજણથી છુટકારો મળે: સિવિલ થેલેસેમિયા સોસાયટી દ્વારા કલેકટરને કરી રજુઆત
એક તરફ લોહીની બીમારી વચ્ચે લોહી ચડાવવા કરવી પડતી મુસાફરી દરમિયાનના એક દિવસના ફ્રી પાસનું સર્ટિફિકેટ આજીવન ન મળતું હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સિવિલ થેલેસેમિયા સોસાયટીના સભ્યોએ ગુરુવારે કલેકટરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી.
![](https://voiceofdaynews.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2024-12-12-at-4.58.18-PM-700x930-3.jpeg)
આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના 500થી વધુ થેલેસેમિયાના બાળકો છે તેઓને દર 10 થી 15 દિવસે બ્લડ ચડાવવા સિવિલ હોસ્પિટલે આવું પડે છે, જેઓ બીજા ગામડાથી અથવા તો દૂરથી બસમાં મુસાફરી કરીને રાજકોટ આવે છે, બસની મુસાફરી માટેનો પાસ જે વિકલાંગ સર્ટિફિકેટની જરૂર પડે છે એમને એક થી બે વર્ષનું જ આપે છે, થેલેસેમિયા આજીવન બીમારી છે આથી આ વિકલાંગતા સર્ટિફિકેટ દર્દીઓને આજીવન કાઢી આપવામાં આવે તો લોહીની બીમારી વચ્ચે વધારે હેરાન ન થવું પડે. આ સર્ટિફિકેટની પ્રક્રિયા બહુ જ અઘરી હોય આથી દર્દીઓને હેરાનગતિ થાય છે, દર્દીઓ બહારગામ અથવા તો દૂરથી આવતા હોય ફ્રી બસની મુસાફરીનો લાભ મેળવવા માટે વિકલાંગતા સર્ટીફીકેટ કાયમી ધોરણે મળે તેવી કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
રક્તદાન બ્લડબેંકમાં હોય તો દર્દીઓને જમા કરાવવા હેરાન ન કરે:દર્દભરી વ્યથા
ગત નવેમ્બર ડિસેમ્બર મહિનામાં રક્તની ખૂબ જ અછર હતી, સિવિલમાં દર્દી રક્ત જમા કર્યા પછી જ થેલેસેમિક દર્દીને રક્ત મળતું, ચેક થેલેસેમિયા દર્દીને દસથી પંદર દિવસે ચડતું, આખી દર્દીને 25 થી 30 દિવસે બ્લડ મળતું, દર્દીનું 50થી સોનું વેઇટિંગ લિસ્ટ અત્યારે ચાલતું હતું હાલમાં રક્તદાન કેમ્પની સંખ્યા વધી ગઈ છે તેમ છતાં દર્દીઓને સમયસર રક્ત મળતું નથી અમુક દર્દીઓને તો બ્લડ માટે અમદાવાદ સિવિલ સુધી લંબાવવું પડે છે, આ અંગે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ ધ્યાન આપતું નથી જો થેલેસેમિયા દર્દીઓ માટે તેમનું જીવન જ રક્ત હોય છે આખી દર 15 દિવસે રક્ત ચઢાવવું પડે છે. આ બાબતે સોસાયટી દ્વારા રજૂઆત કરી હતી કે બ્લડ બેંકમાં રક્ત હોય તો દર્દીને જમા કરાવવા માટે હેરાનગતિ ન કરવામાં આવે.