રાજકોટ જિલ્લાના નવા પાંચ પોલીસ સ્ટેશન અને એઇમ્સ પોલીસ ચોકી આજથી કાર્યરત
ગૃહમંત્રી હર્ષ સંધવી દ્વારા મેટોડા પોલીસ સ્ટેશનથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
રાજકોટ જિલ્લામાં નવા પાંચ પોલીસ સ્ટેશન શરૂ કરવાની ઘણા સમયથી પેન્ડીંગ દરખાસ્તને અંતે રાજયના ગૃહ વિભાગે મંજૂરી આપી દીધી હતી. અને જિલ્લાના મંજૂર થયેલા નવા પાંચ પોલીસ સ્ટેશન અને એક પોલીસ ચોકી આજથી કાર્યરત થશે. ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે આજે રાજકોટ જિલ્લાના ગોંડલ ‘બી’ ડીવીઝન, મેટોડા જી.આઇ.ડી.સી, સુલતાનપુર,જેતપુર ઉધોગનગર, ધોરાજી તાલુકા તથા પડધરી પોલીસ મથક વિસ્તારની એઇમ્સ પોલીસ ચોકીનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ગોંડલ શહેરમાં પોલીસ લાઇન ખાતે આવેલ ‘મીયાવાકી’ જંગલનુ ઉદધાટનબાદ ગૃહમંત્રી હર્ષ સંધવી ખીરસરાના પાટીયા પાસે મેટોડા પોલીસ સ્ટેશન ખાતે જશે અને મેટોડા પોલીસ સ્ટેશન ખુલ્લુ મૂક્યા બાદ અન્ય પોલીસ સ્ટેશન અને ચોકીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. જિલ્લાની જનતાને પાંચ નવા પોલીસ સ્ટેશન અને એઇમ્સ પોલીસ ચોકી કાર્યરત થશે. ગુહ મંત્રીના આગમનને લઈ રાજકોટ જિલ્લા અને શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લાના પાંચ નવા પોલીસ સ્ટેશન માટે બિલ્ડીંગ પણ ફાળવી દેવામાં આવ્યા હતા જેમાં ગોંડલનું જુના પોલીસ સ્ટેશનને રિનોવેશન કરી તે સ્થળે બી ડીવીઝન પોલીસ સ્ટેશન,જયારે મેટોડા પોલીસ ચોકીને રિનોવેશન કરી પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ગોંડલના સુલતાનપુર આઉટ પોસ્ટ ખાતે નવુ બિલ્ડીંગ બનાવી તે સ્થળે પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જેતપુર ઉદ્યોગનગરમાં અલગ પોલીસ સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું છે. ધોરાજી પોલીસ સ્ટેશનના જુના બિલ્ડીંગને રિનોવેશન કરી તે સ્થળે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. તેમજ રાજકોટની ભાગોળે એઇમ્સ હોસ્પિટલ શરૂ થયા બાદ ત્યાં પોલીસ ચોકીની જરૂટ હોય પડધરી પોલીસ મથક વિસ્તાર આવતી એઇમ્સ હોસ્પિટલ માટેની એઇમ્સ પોલીસ ચોંકી કાર્યરત થશે. રાજકોટ જિલ્લામાં નવા પાંચ પોલીસ સ્ટેશન શરૂ થવાથી હવે જિલ્લામાં કુલ 24 પોલીસ સ્ટેશન કાર્યરત થઇ જશે.
નવા પોલીસ સ્ટેશન માટે એક પીઆઈ અને 4 પીએસઆઈને ચાર્જ સોપાયો
રાજકોટ જિલ્લામાં આજથી પાંચ નવા પોલીસ સ્ટેશન અને એક પોલીસ ચોંકી કાર્યરત થઈ રહી છે ત્યારે રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડ દ્વારા નવા પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ અને 4 પીએસઆઈને ચાર્જ સોંપ્યો છે. ઉપરાંત બે પીએસઆઈની બદલી કરાઈ છે. નવસર્જિત ગોંડલ બી ડીવીઝન પોલીસનો ચાર્જ એએચટીયુના પીઆઈ જે.પી. ગોસાઈને સોંપાયો છે. મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો ચાર્જ એમઓબીનાપીએસઆઈ કુલદીપસિંહ ગોહિલને, સુલતાનપુર પોલીસ મથકનો ચાર્જ પેરોલ ફર્લો સ્કવોડના ડી.પી. ઝાલાને, ધોરાજી તાલુકા પોલીસ મથકનો ચાર્જ ધોરાજીના ડી.એચ. રાખોલીયાને, ઉપલેટા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો ચાર્જ પીએસઆઇ કે.એસ. ગરચરને સોંપવામાં આવ્યો છે. જ્યારે લીવ રિઝર્વ એટેચ કોર્ષ કોર્ડીનેટર પોલીસ હેડ કવાર્ટરને ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં બદલી કરાઈ છે. જસદણ પોલીસ મથક માટે ગૃહ વિભાગે 1 પીએસઆઈની જગ્યા વધારી હોવાથી લિવ રીઝર્વમાં રહેલા પીસઆઇ રવિરાજસિંહ એ. જાડેજાને જસદણ પોલીસમાં મુકાયા છે. જયારે એઇમ્સ પોલીસ ચોંકીમાં એએસઆઇને મૂકવામાં આવ્યા છે.
નવા પાંચ પોલીસ સ્ટેશનના વિસ્તારો
ગોંડલસીટી ‘બી’ડીવીઝનપોલીસ સ્ટેશન માં
ભોજરાજપરા શેરી નંબર ૦૧ થી ૩૫ શેરી, સબ જેલ, આવાસ કોલોની ચીસ્તીયા નગર,વીજય નગર રૈયાણી નગર,ગીતા નગર, આસોપાલવ સોસાયટી, પુનીત નગર, ગાયત્રી નગર, બસસ્ટૅન્ડ, સુમરા સોસાયટી,પટેલ નગર, જામવાડી, જી.આઇ.ડી.સી., સ્મશાન, જીવાડા, હનુમાનધારા, એરો સ્કુલ સેન્ટમેરી સ્કુલ, જી.ઇ.બી -૨૨૦૬.વી. ઓફીસ, વૃંદાવન નગર . દાસીજીવણપાર્ક, ગુદાળા ચોકડી . નેશનલ હાઇવે, જૈલ ચૌક, ત્રણ ખુણીયા શ્રી જામવાડી થી બસસ્ટેન્ડ ચુકવ ચોકડી, તાલુકા પોલીસ સ્ટેશન, જલારામ સોસાયટી, હાઉસીંગ બોર્ડ, કુંભારવાડા મકતીયાપરા, રાજનગર, ઉધોગભારતી, મમરા ફેકટરી, ઉદ્યોગનગર, ગુદાળા રોડ એરીયા, પટેલ સોસાયટીન્યુ માર્કેટીંગ યાર્ડ, આશાપુરા ચોકડી સ્વામીનારાયણ મંદિર, કોલેજ ચોક, ડેપ્યુટી કલેકટર ઓફીસ, રેલ્વે સ્ટેશન, ઉમા રોડ, ૬ વાલ્મીકી વાસ, શ્યામવાડી ચોક, સ્ટેશનન પ્લોટ નં. ૧ થી ૨૪, આશાપુરા સોસાયટી, સૈનીક સોસાયટી, યોગીનગર શેરી નં. ૧ થી ૧૨, રામ સાર્વજીક હોસ્પીટલ, કપુરીયા સોસાયટી, નગર પાલીકા ઓફીસ, સગ્રામસિંહજી ઇસ્કુલ, ગોકુલપરા, ખોડીયારનગર, મહાકાળી નગર, મોમાઇ હોટેલ ને… થી ઉમવાડા ચોકડી થી શ્યામ વાડી ચોકડી થી કોલેજ ચોક થી આશાપુરા ચોકડી રોડ, મામલતદાર ઓફીસ ભવનાથ ૧,૨,૩, સહજાનંદનગર, ગુંદાળારોડ વિસ્તાર, જુનુ માર્કેટીંગ યાર્ડ, ગોંડલ સ્ટેટ બંગ્લો વિસ્તાર, ગોંડલ મ્યુનિસીપલ વિસ્તાર, અક્ષરધામ, કપુરીયાપરા, ચોકસ નગર, જજ કોલોની, કાશીવિશ્વનાથ, કદાવની નગર, રણછોડ નગર, ખોજા સૌમાયટી, સાર્વજનીક હેસ્પીટલ, જોડી સ્પીત, આશાપુરા તળાવ, આશાપુરા મંદિર, જી.ઇ.બી. ઓફીસ, માધામ, પીડબ્લયુ ડી. ઓફીસ
સુલ્તાનપુર પોલીસ સ્ટેશનમાં સુલતાનપુર, દેરડી, રસીકી, મોટાસખપર, નાનાસખપર, વીંજવાડ, દેવા, ધુલીયા, વાસાવડ રાવણ, ધરલા, મૈાખંમાળીયા, સાજીડીયાળી, બીલડી, ખંભાડીયા, કેશવાળા, પાટખીલોરી, ટીબીલોરી, શ્રીનાથગઢ, માંડણ કુંકણા, કરમારકોટડા, મીતાણા, નવાગામ, ખંભાળી, ભંડારીયા,લીંલખા
મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ખીરસરા ચોકી મેટોડા, જી.આઇ.ડી.સી.વિસ્તાર, મેટોડા ગામ, ખીરસરા, હરીપર પાળ, વડવાજડી, રાતડીયા, મોટાવડા, લક્ષ્મી ઇંટાળા, ભાભર ઇંટાળા ઉંટખીજડીયા, દેવડા, છાપરા તથા જી.આઇ.ડી.સી., નગર પીપળીયા, ધુડીયા દોમળા, બાલાસર, વાગુદળ
જેતપુર ડીવીઝનમાં ઉધોગનગર પોલીસ નવાગઢ નવાગઢ ખાટકીવાસ, નવાગઢ વણકરવાસ, ગઢની રાંગ વિસ્તાર, પટેલ ચૌક, જાગૃતિપરા, કૃષ્ણનગર, રીલાયસ પંપ, પીડબ્લયુડી ઓફીસ, કડીયા સ્ટેશનપ્લોટ, રામ્યા હનુમાન, ગનીધાર, નેશનલ હાઇવે રોડ, ભાદરનાળી વિસ્તાર, સરધારપુર રોડ, મસ્જીદધાર, બલદેવનગર નાગબાઇ સોસાયટી, રા સોસાયટી, દાસીજીવણપરા, જલારામ નગર, ધોરાજી રોડ તત્કાલ ચોકડી . રબારીકા રોડ, કર્વેશ્વરમંદિર . ન્યુ સર્કીટ હાઉસ દાતારનીયા, ભાદરસામા કાંઠા વિસ્તાર, નરસંગ ટેકરી, જુનો દેરડીરોડ, દેરડી આવાસ યોજના કવાર્ટર, દેરડી ધામ, મોણપર, જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર પેઢલા, પાંચપીપળા, સરધારપુર, લુણાગરી, રબારીકા
ધોરાજી તાલુકા પોલીસમાં નાની વાવડી મોટી વાવડી, સુપેડી, ઝાંઝમેર, ભુખી,વેગડી ઉમરકોટ, ભુતવડ, ફરેણી, તોરણીયા, નાની પરબડી, મોટી પરબડી, જમનાવડ, ભોલગામડા, ભોળા, છાડવાવદર, પીપળીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.