પહેલાં વૈકલ્પિક જગ્યા આપો પછી લોકોને ઘરવિહોણા કરો !
ડિમોલિશન કરતા પહેલાં લોકોના ઘરનું તો વિચારો: કોંગ્રેસે મહાપાલિકા કચેરી ગજવી
મહાપાલિકા દ્વારા દબાણગ્રસ્ત જગ્યાનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જો કે ડિમોલિશન કર્યા બાદ ત્યાં રહેતાં લોકોનો આશરો છીનવાઈ જતો હોય કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવીને મ્યુ.કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે ડિમોલિશન કરતાં પહેલાં ત્યાં રહેતા લોકોને વૈકલ્પિક જગ્યા આપો પછી જ બૂલડોઝર ફેરવો…
પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનોએ મ્યુ.કમિશનર તુષાર સુમેરાને પાઠવેલા આવેદનમાં જણાવ્યું કે પોતાના ઘરમાં રહેતા લોકોએ ૨૦ કે ૨૫ વારની જગ્યા પર રહેતા ઝુંપડપટ્ટીવાસીઓને પોતાના અધિકાર માટે હેરાનગતિ ન થાય તે જોવાની જવાબદારી તંત્રની છે. ભાજપની ભ્રષ્ટાચારી ભૂખને આધીન રહેવાની જગ્યાએ પીપીપી યોજનામાં પોતાની કાયદેસર મિલકતને ભાજપની સરકારે નિયમો બનાવી અને અનિચ્છાએ આપવી પડે એવી પીપીપી યોજનામાં જ્યાં મહાપાલિકાના બૂલડોઝર પણ ન જઈ શકે અને પોલીસ પણ કાયદાની દૃષ્ટિએ ન જઈ શકે પરંતુ ભાજપની ભ્રષ્ટાચારની ભૂખ સંતોષવા આવા બિલ્ડરોની સાથે મિલીભગતથી સત્તાનો દુરુપયોગ કરી લોકોના મકાન મહાપાલિકા પાડી રહી છે. કોઈનું રહેઠાણ છીનવવાનો કોઈને પણ અધિકાર નથી એટલા માટે ઝુંપડપટ્ટી હટાવતાં પહેલાં વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરવી જોઈએ.
