સ્ટર્લિંગ હોસ્પિટલની દિવાલ પાસે કચરાના ઢગલામાં આગ ભભૂકી
શહેરમાં નાણાવટી ચોક પાસે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલની દિવાલ પાસે કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બનાવની જાણ ડો.ધરમ દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.અને જાણ થતાં જ મવડી ફાયર સ્ટેશન અને રામદેવપીર ચોકડી ફાયર સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો.સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને આગ બુઝાવી હતી.જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. આ કામગીરીમાં ફાયર સ્ટાફના નરેન્દ્રસિંહ, અનિલભાઈ, વિશાલભાઈ, હરવિજયસિંહ ફરજ પર હતા.