રેસકોર્સ રિંગ રોડ પર આઇટીની ઈન્વેસ્ટીગેશન વિંગની ઓફિસમાં આગ
મહત્વના દસ્તાવેજો કમ્પ્યુટર,એસી,રેકર્ડ સહિતની ફાઈલો સળગી ગઈ
રાજકોટના રેસકોર્સ રોડ પર આવેલા આઇકર વિભાગના ચોથા મારે અચાનક આગ લગતા ફરજ ઉપર હાજર સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી આયકર વિભાગના સ્ટાફે ઓફિસના ચારફાયર એક્ટીંગ્યુઝરનો ઉપયોગ કરી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.આગ વધુ ન પ્રસરે તેથી તાત્કાલિક ફાયર સ્ટેશનને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડ એક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો માળો ચલાવી એકાદકલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આગના કારણે આ આયકર ભવનમાં કેટલાક મહત્વના દસ્તાવેજો એસી વાયરીંગ કમ્પ્યુટર અને ફર્નિચર સળગી જતા મોટું નુકસાન થયાનું અંદાજ છે. આયકર વિભાગનાં રૂમ નંબર ૪૦૮ માં આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવતા આ મામલે ભારે ચર્ચા જાગી છે.આયકર વિભાગના સ્ટાફ દ્વારા આગ બુઝાવવા એફસ્ટીન્યુંગઝરનો ઉપયોગ કર્યો હતો પરંતુ આગ વધુ વિકરાળન થાય તેથી ફાયર સ્ટેશનને જાણ કરાઇ હતી. ફાયર સ્ટેશનથી એક ફાયર ફાયટરની ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અનેઆગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી આગના કારણે કેટલાક મહત્વના દસ્તાવેજો સહિતના કમ્પ્યુટર,એસી,રેકર્ડ ફાઈલો અને ફર્નિચર જેવા માલ સમાન બળીગયો હતો.