લોધિકાના માખાવડમાં ખરાબામાં ફાર્મહાઉસ ! ડિમોલિશન કરાયું
40 કરોડની જમીન ખુલ્લી : જિલ્લા કલેકટરના આદેશ બાદ સરકારી ખરાબામાં ઉભા થઇ ગયેલા આઠ ખેડૂતોના દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું
લોધિકા તાલુકાના માખાવડ ગામે સરકારી જમીન ઉપર દબાણ ઉભા કરી ફાર્મહાઉસ સહિતના દબાણ કરી લેવામાં આવતા જિલ્લા કલેકટરના આદેશ બાદ લોધીકા મામલતદાર અને તેમની ટીમે આઠેક વર્ષ જુના આઠ અલગ અલગ ખેડૂતોના બાંધકામ અને ફેન્સીંગ કરાયેલ જમીન ઉપર બુલડોઝર ફેરવી દઈ અંદાજે 40 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના માખાવડ ગામે આવેલ સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નંબર 305 પૈકી 50 સર્વે 31 એકર જમીન ઉપર જુદા-જુદા આઠ આસામીઓ દ્વારા દબાણ ઉભા કરી લઈ જમીન ફરતે તાર ફેન્સીંગ કરી લઈ કેટલાક કિસ્સામાં તો ફાર્મહાઉસ જેવા દબાણ ઉભા કરી લેવામાં આવતા જિલ્લા કલેકટરના આદેશ બાદ લોધીકા મામલતદાર અને તેમની ટીમે આઠેક વર્ષ જુના આઠ અલગ અલગ ખેડૂતોના બાંધકામ અને ફેન્સીંગ કરાયેલ જમીન ઉપર બુલડોઝર ફેરવી દઈ અંદાજે 40 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
દરમિયાન રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકા મામલતદાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત તાલુકાના બેલડા ગામે ખાતરના ઉકરડાના દબાણ ખુલ્લા કરાવી જાહેરમાર્ગો ઉપર થયેલ દબાણ પોલીસને સાથે રાખી દૂર કરાવ્યું હતું.