Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ખેડૂતો રાતે પાણીએ રોવે છે ને સરકાર મૌન : લલીત કગથરા

Tue, October 22 2024

140% થી વધારે વરસાદ હોવા છતાં સરકાર લીલો દુષ્કાળ જાહેર કરતી નથી

 25 ઓક્ટોબરે ખેડૂત મહાપંચાયત, લાભ પાંચમે ખેડૂત મહાસંમેલન

અમદાવાદ : ઓગસ્ટ બાદ ઓક્ટોબર માસમાં ખાબકેલા વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થઇ જતા રાતે પાણીએ રોઈ રહ્યા છે છતાં સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાને બદલે મૌન ધરીને બેઠી છે ત્યારે રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ લલીત કગથરા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલીત વસોયા, ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, ઇકો સેન્સેટિવ ઝોન, ઘેડના પ્રાણ પ્રશ્નોને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ લલીત કગથરા એ જણાવ્યું હતું કે ખેડૂતપુત્ર તરીકે મારો અનુભવ છે કે દિવાળી પર ક્યારેય ચાર ચાર ઇંચ વરસાદ થયો હોય એવું મને યાદ નથી અત્યારે ખેડૂતોના તૈયાર પાકના પથારાઓ તરી રહ્યા છે  પહેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે અત્યારે ખેડૂતો રાતે પાણીએ રોઈ રહયા છે ખેડૂતોની આવી દયનિય સ્થિતિ હોવા છતાં ખેડૂતોની વાત સરકાર સુધી પહોંચતી નથી કે સરકાર સાંભળવા માંગતી નથી

કુદરત કોઈના કન્ટ્રોલમાં નથી પણ સરકારે તો સાંભળવું જોઈએ કે નહીં ? કોંગ્રેસના સમયમાં સ્વ. રાજીવ ગાંધીએ શરૂ કરેલી પાક વિમાં યોજનાને બંધ કરીને ભાજપે પ્રધાનમંત્રી ફસલ યોજના જે ખાનગી વિમા કંપનીને કરોડો રૂપિયાના ફાયદા માટે લાગુ કરવામાં આવી છે.તેનો વ્યાપક વિરોધ બાદ ગુજરાતની ભાજપ સરકારે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના બંધ કરીને નવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા તો એમાં તો કોઈને રાતી પાઇ પણ આપ્યા વગર 2 વર્ષ આ યોજના કાગળ પર ચલાવી બંધ કરી દેવામાં આવી અત્યારે ગુજરાતમાં ખેડૂતોને કુદરતી આપતી સામે રક્ષણ આપતી એકપણ યોજના અમલમાં નથી.

ખેડૂતો બરબાદ થતા રહે સરકાર સાંભળે જ નહીં તો ક્યાં સુધી ચૂપ બેસી રહીશું સરકારનું ધ્યાન ખેંચવા રસ્તા પર ઉતરવું પડે તો તેની પણ કોંગ્રેસ પક્ષની તૈયારી છે 140% થી વધારે વરસાદ હોવા છતાં લીલો દુષ્કાળ કેમ જાહેર કરતા નથી અમે ખેડૂતોનો હક્ક માંગીએ છીએ ભીખ નથી માંગી રહયા અને જરૂર પડ્યે ગામડે અને તાલુકા સ્તરે જઈને પણ આંદોલન કરીશું

રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલીતભાઈ વસોયા એ જણાવ્યું હતું કે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને જો સરકાર તાત્કાલિક કોઈક નિર્ણય જાહેર નહિ કરે તો અમારે 28 ઓક્ટોબર થી ખેડૂતોના હક્ક અધિકાર માટે સરકારને ઢંઢોળવા માટે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરીશું અને દિવાળી સુધી સરકાર જો કોઈ નિર્ણય જાહેર નહિ કરે તો 6 નવેમ્બર લાભ પાંચમ ના દિવસે અમે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના ખેડૂતોને બોલાવીને મહાસમેલન કરીશું

પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે જણાવ્યું હતું કે ભાજપ સરકારની નીતિ ખેડૂતોના ભોગે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની છે ખેડૂતોની જમીન છીનવી લઈ ઉદ્યોગકારોને જમીન આપવાનો મોટો કારસો ભાજપ સરકાર કરી રહી છે ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ કર્યા છે તો ખેડૂતોનું દેવું માફ શા માટે કરવામાં આવતું નથી એનસીઆરબી ના રિપોર્ટ પ્રમાણે ખેડૂતની આત્મહત્યા કરવામાં 11% નો વધારો થયો છે.

કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, ઇકો સેન્સેટિવ જોન, ઘેડ ના પ્રાણપ્રશ્નો, જમીન માપણી, ખાતરની ઘટ વગેરે પ્રશ્નો થી ખેડૂતો પીડાઈ રહયા છે સરકાર ઓગસ્ટ મહિનામાં આવેલ અતિવૃષ્ટિનું હજુ પણ સર્વે કર્યું નથી કમોસમી વરસાદથી થયેલ નુકશાનીનું પણ સર્વે ચાલુ કર્યું નથી ગુજરાતમાં 104 તાલુકામાં નિયમોનુંસાર લીલો દુષ્કાળ જાહેર થવાપાત્ર હોવા છતાં સરકાર લીલો દુષ્કાળ જાહેર કરતી નથી અત્યારે પશુઓને સૂકો ઘાસચારો ખવડાવવા નથી માટે ઘાસચારા વિતરણ કેન્દ્રો ઉભા કરવામાં આવે, સૌરાષ્ટ્રના ખેડૂત સંગઠનોએ જાહેર કર્યા મુજબ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને 25 ઓક્ટોબરના રોજ “સયુંકત કિસાન મોરચો – ગુજરાત” અને ઘેડ વિકાસ સમિતિ ના નેજા હેઠળ “ખેડૂત મહાપંચાયત” કરવા જઈ રહયા છીએ જેમાં દિલ્હીથી યોગેન્દ્ર યાદવ અને ખેડુતપુત્ર કુસ્તીબાજ બજરંગ પુનિયા આવી રહયા છે આ કાર્યક્રમમા ખેડૂત આગેવાનોએ તમામ રાજકીય પક્ષોને પોતાનો ખેસ ઉતારી સહભાગી થવા આહવાન કર્યું છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજે મહત્વના કાર્યોમાં ભૂલો પડશે, સ્વભાવ ગુસ્સાવાળો રહેશે ; બજેટ વેર-વિખેર થશે

Next

રાજકોટ આઈઓસીના પમ્પ સ્ટેશનમાં બોમ્બ મુકાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
20 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
20 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
21 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
21 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

ખાણીપીણીમાં મિલાવટ: એક વર્ષમાં રાજકોટમાંથી પકડાયો 3305 કિલો વાસી ખાદ્યપદાર્થ,11.71 લાખનો દંડ ફટકારાયો
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
રાજકોટમાં બીસીએના વિદ્યાર્થી અને તેના સાગ્રીત પાસેથી 9.85 લાખનું એમડી ડ્રગ્સ પકડી પાડતી એસઓજી: નાની-નાની પડીકીમાં ડ્રગ્સ ભરી વેચે તે પહેલાં જ પકડી લેવાયા
Breaking
2 વર્ષ પહેલા
કર્ણાટકઃ મંદિરમાં વીજવાયરથી કરંટ લાગતા નાસભાગ મચી, 20 શ્રદ્ધાળુ ગંભીર રીતે ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લામાં નવા પાંચ પોલીસ સ્ટેશન શરૂ કરવા મંજૂરી
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર