મનપાની દબાણ હટાવ શાખાની `ખાયકી’નો જનરલ બોર્ડમાં પર્દાફાશ
દબાણ હટવાની જગ્યાએ વધી શા માટે રહ્યું છે ? કારણ' શોધી
સાગમટે’ તડાપીટ બોલાવતાં નગરસેવકો
ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ગુંદાવાડી, યાજ્ઞિક રોડ સહિતના વેપારી વિસ્તારોમાં દિન-પ્રતિદિન ફેરિયાઓનું દબાણ વધી રહ્યું હોય આખરે જનરલ બોર્ડમાં કોર્પોરેટરોએ પ્રશ્ન ઉઠાવી અધિકારીઓને લીધા આડેહાથ
ખુદ કોર્પોરેટરોએ જ દબાણ હટાવ શાખાનો સ્ટાફ હપ્તા' લેતો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતા સૌ સમસમી ગયા: હોકર્સ ઝોનમાં થડા ભાડે આપી દેવા, સ્ટાફ આવે તે પહેલાં
આગોતરી’ જાણ થઈ જવી સહિતના મુદ્દા થયા હાવિ
મહાપાલિકાના નવનિયુક્ત મેયર નયનાબેન પેઢડિયા સહિતના પદાધિકારીઓના અધ્યક્ષસ્થાને મળેલા પ્રથમ જનરલ બોર્ડમાં જ શહેરમાં ઠેર-ઠેર વધી રહેલા દબાણોનો મુદ્દો અને દબાણ વધવા પાછળનું કારણ' શોધી
સાગમટે’ તડાપીટ બોલાવતાં અધિકારીઓ રીતસરના સમસમી ઉઠ્યા હતા. આ સાથે જ અમુક નગરસેવકોએ દબાણ હટાવ શાખાની ખાયકી'નો પર્દાફાશ પણ ભરીસભામાં કરી નાખતા
ઈમાનદારી’નું ગાણું ગાતાં અમુક અધિકારીઓની બોલતી બંધ થઈ જવા પામી હતી.
જનરલ બોર્ડના એજન્ડામાં આમ તો ૪૧ પ્રશ્નો સમાવિષ્ટ હતા જેમાં પ્રથમ પ્રશ્ન વૉર્ડ નં.૧૦ના નગરસેવિકા જ્યોત્સનાબેન ટીલાળાનો હતો. તેમણે શહેરમાં હૉકર્સ ઝોનની સંખ્યા, દર મહિને તેનું ભાડું કેટલું આવે છે તે પ્રશ્ન ઉપરાંત આવાસ યોજના અને રખડતાં ઢોરનો પ્રશ્ન પૂછયો હતો. જો કે હૉકર્સ ઝોનનો પ્રશ્ન આવતાં જ અન્ય નગરસેવકોએ ચર્ચામાં ઝંપલાવી પેટાપ્રશ્ન રૂપે દબાણ હટાવ શાખા ઉપર તડાપીટ બોલાવવાનું શરૂ કરી દીધું હતું. સૌથી પહેલાં બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશ દેથરીયાએ દબાણ હટાવ શાખાને આડે હાથ લેતાં તેના દ્વારા `રોકડી’ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પછી ભાજપના અન્ય નગરસેવકોએ બીજા બધા જ પ્રશ્નો નેવે મુકીને દબાણનો મુદ્દો હાથમાં લઈ લીધો હતો એક પછી એક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.
આ પ્રશ્નોમાં ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ગુંદાવાડી, યાજ્ઞિક રોડ સહિતના વેપારી વિસ્તારોમાં દિવસેને દિવસે ફેરિયાઓનું દબાણ વધી રહ્યું હોવાથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેવો પ્રશ્ન આવતાં જ દબાણ હટાવ અધિકારી દ્વારા અહીં નિયમિત ચેકિંગ કરવામાં આવતું હોવાનું અને દબાણ કરનારા લોકોનો માલ જપ્ત કરવામાં આવતો હોવાનો લૂલો બચાવ કર્યો હતો.
જો કે આ બચાવથી કોર્પોરેટરોને સંતોષ ન હોય તેવી રીતે એક પછી એકે પોતપોતાના વિસ્તારની સમસ્યા વર્ણવી અધિકારીઓ વિમાસણમાં મુકાઈ ગયા હતા. એકંદરે પૂર્વ શાસક નેતા વિનુ ધવા, વૉર્ડ નં.૧૦ના કોર્પોરેટર નિરુભા વાઘેલા, રાજેશ્રીબેન ડોડિયા, ધારાસભ્ય અને વૉર્ડ નં.૨ના કોર્પોરેટર ડૉ.દર્શિતાબેન શાહ, વૉર્ડ નં.૧૬ના કોર્પોરેટર ઋચિતા જોશી, વૉર્ડ નં.૯ના કોર્પોરેટર જીતુભાઈ કાટોડિયા સહિતનાએ દબાણોનો મુદ્દો ઉઠાવી અધિકારીઓને રીતસરના ઘેર્યા હતા.
આરોગ્યના ગંભીર' પ્રશ્ને બોલવા જ ન દેવાતાં વિપક્ષનો
વૉકઆઉટ’
મહાપાલિકાના જનરલ બોર્ડના એજન્ડામાં સામેલ ૪૧ પ્રશ્નો પૈકી કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણીનો આરોગ્યને લઈને પ્રવર્તી રહેલી ગંભીર સ્થિતિનો પ્રશ્ન સામેલ હતો. જો કે પાછલા બોર્ડની જેમ આ બોર્ડમાં પણ એક જ પ્રશ્નની અંદર આખું બોર્ડ આટોપી લેવામાં આવશે તેવું લાગતાં જ તેમણે વચ્ચેથી પોતાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો પરંતુ તેમને બોલવા ન દેવામાં આવતાં તેમણે વૉકઆઉટ કરી લીધું હતું.