ક્રિકેટ મેચને લઇ જામનગર રોડ ઉપર ભારે વાહનો માટે બે દિવસ પ્રવેશબંધી
અમદાવાદથી આવતા વાહનો માટે માધાપર ચોકડીને બદલે બેડી ચોકડીથી અવર જવર
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે મેચ જોવા માટે આશરે ૩૦-હજાર જેટલા પ્રેક્ષકો રાજ્યભરમાંથી વાહનો સાથે મેચ જોવા આવનાર હોય રાજકોટ-જામનગર રોડ ઉપર આવેલ ખંઢેરી સ્ટેડિયમ સુધી ભારે વાહનો પસાર થાય તો ટ્રાફિકની સમસ્યા થાય તેમ હોય, જેથી ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય કે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે આજે સવારે ૯ વાગ્યા હતી કાલે તા ૨૮ના રાત્રીનાં 3 વાગ્યા સુધી ટ્રક, ટેન્કર, ટેઇલર વિગેરે મોટા હેવી વાહનો માટે પ્રવેશ બંધી ફરમાવવા આવી છે.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અમદાવાદ તરફથી આવતા હેવી વાહનો બેડી ચોકડીથી મોરબી રોડ મીતાણા/ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ જઇ શકશે બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ આવી શકશે નહી,ઘંટેશ્વર ટી-પોઇન્ટથી ભારે વાહનો ટ્રક, ટેન્કર, ટેઇલર વિગેરે મોટા હેવી વાહનો જામનગર રોડ ખંઢેરી સ્ટેડીયમ તરફ જઇ શકશે નહીં.