બસપોર્ટમાં બસની ENTRY અને EXIT સર્જે છે સમસ્યા
- બસપોર્ટને અડીને જ મહાનગરપાલિકા આવેલી છે છતાં સત્તાધીશોના વાહનચાલકોની સમસ્યા સામે આંખ આડા કાન: અસખ્ય વાહનચાલકોની અવર-જવરવાળા રોડ પર ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત શહેરીજનો
રાજકોટના મુખ્ય વિસ્તાર એવા એસટી બસ પોર્ટ રોડ પર દૈનિક અસખ્ય વાહનોની અવર-જવર રહે છે ત્યારે વિસ્તારમા સર્જાતી ટ્રાફિકની સમસ્યા તંત્રના ધ્યાને આવતી નથી. મહત્વનુ છે કે, એસટી બસ પોર્ટમાંથી બહાર નીકળતી અને અદર જતી બસને મોટો ટર્ન લેવો પડે છે જે ને કારણે આડધો રસ્તો રોકાઈ જાય છે અને ટ્રાફિકની સમસ્યાની શરૂઆત થાય છે. બસપોર્ટની અડીને જ મહાનગર પાલિકા આવેલી છે પરતુ મનપાના સતાધિશો પણ જાણે આખ આડા કાન કરતા હોય તેમ સમસ્યાનું નિરાકણ લાવવામા કોઈને રસ નહોય તેમ લાગી રહ્યુ છે.
શહેરના મુખ્ય રોડ કે જ્યા એસટી બસપોર્ટ આવે છે અને અહીથી દૈનિક લાખો લોકોની અવર-જવર રહે છે. બહારગામથી રાજકોટ આવતા અને બહારગામ જતા મુસાફરો ઉપરાત આ વિસ્તારમાથી મોટી સખ્યામા વાહનચાલકો પણ પસાર થાય છે. માટે આ રોડ શહેરનો ટ્રાફિકથી ધમધમતો રોડ છે. એસટી બસ પોર્ટમા જતી બસ જ્યારે ટર્ન લઈને અદર જાય છે ત્યારે અડધો રોડ રોકાય તેવી સ્થિતિ જોવા મળે છે. જેના કારણે ટ્રાફિક જામ થાય છે. બસની પાછળ આવતા વાહનો ટ્રાફિકમાં ફસાય જાય છે. તો બીજી તરફ બપોરના સમયે એક સાથે એકથી વધુ બસ આવતી હોય બસપોર્ટમાં જવા માટે એક પછી એક બસના થપ્પા લાગે છે. જેના કારણે પણ અસખ્ય વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડે છે.
મહત્વનુ છે કે, મુસાફરો આવતા હોય રિક્ષા પણ અહી મોટી સખ્યામા જોવા મળે છે. જે આડેધડ ઉભી રહે છે. જેના નિયમન માટે ટ્રાફિક વોર્ડ પણ રહે છે પરતુ તે આ ટ્રાફિક નિયમન કરી શકતા નથી. મુસાફરોને ઉતારવા અને બેસાડવા માટે જ્યાં-ત્યાં ઉભી રહેતી રિક્ષાના ચાલકોને ત્યાથી ખદેડવામાં આવે છે પરતુ થોડીવાર બાદ પરિસ્થિતિ પહેલા જેવી જ જોવા મળે છે.
નોંધનીય છે કે, બસપોર્ટને અડીને જ મહાનગર પાલિકા આવેલી છે જ્યા દરરોજ અસખ્ય લોકોની અવાર-જવર રહે છે. લોકો ઉપરાત મહાનગર પાલિકાના સત્તાધીશો પણ રોજ મહાનગર પાલિકામાં આવે છે પરતુ શહેરીજનોની આ સમસ્યા નીંભર તંત્રને દિખાતી નથી કે પછી આ સમસ્યામા તેમને રસ નથી તેવુ લાગી રહ્યુ છે.
શહેરમા કે જે રોડ પર દૈનિક અસખ્ય લોકો પસાર થતા હોય અને ત્યા જ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય તો તંત્રએ આગળ આવવુ જોઈને અને એસી ચેમ્બરોની બહાર નીકળી લોકોને સ્પર્શતી આ ટ્રાફિકની સમસ્યા હાલ કરવી જોઈએ.