શાક રોટલીથી રોળવી લેજો ! રેશનકાર્ડ ધારકોની દાળ ફાળવણીમાં કાપ
ફેબ્રુઆરીમાં પુરવઠા વિભાગે તુવેરદાળની 50 ટકા જ ફાળવણી
અડધો-અડધ રેશનકાર્ડ ધારકોની તુવેરદાળ કાપી નાખવામાં આવતા દુકાનદારોમાં પણ રોષ
રાજકોટ : અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા લાંબા સમયથી નેશનલ ફૂડ સિક્યુરિટી યોજનાના લાભાર્થી રેશનકાર્ડ ધારકોને ફાળવવામાં આવતી દળ, ચણા, બાજરી સહિતની જણસીમાં કાપ લડી રહ્યું છે ત્યારે ચાલુ મહિના બાદ ફેબ્રુઆરી મહિનામાં પણ તુવેરદાળની ફાળવણીમાં 50 ટકા કાપ મૂકી દેતા અડધો-અડધ ગરીબ રેશનકાર્ડ ધારકોને દાળથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. સાથે જ સરકારીની ઓછી ફાળવણીથી રેશનકાર્ડ ધારકોના રોષનું ભોગ દુકાનદારોને બનવું પડે તેમ હોવાથી સસ્તા અનાજના વેપારીઓમાં પણ દેકારો બોલી ગયો છે.
રાજકોટ ફેર પ્રાઈઝ એસોસીએશનના અગ્રણી હિતુભાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા એનએફએસએ રેશનકાર્ડ ધારકોને પોતાની કલ્યાણકારી યોજના દ્વારા વખતોવખત ખાંડ નમક તેલ દાળ ચણા જેવીજણસીઓનુ વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવે છે ત્યારે ફેબ્રુઆરી 2025 ના માસ માટે 50% એનએફએસએ રેશનકાર્ડ ધારકોને તુવેરદાળની ફાળવણી કરવામાં આવી છે 50% તુવેરદાળની ફાળવણી એટલે ગુજરાત રાજ્યના અડધો અડધ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના રેશનકાર્ડ ધારકો તુવેર દાળની જન્સીથી વંચિત રહેશે અને અડધા ગ્રાહકો તુવેરદાળ મેળવશે એક પ્રકારે વિષમ પરિસ્થિતિનુ નિર્માણ થશે.વધુમાં તુવેરદાળ મેળવનારા કાર્ડ હોલ્ડર્સ અને તુવેરદાળ નહીં મેળવનાર કાર્ડ હોલ્ડર્સ વચ્ચે એક પ્રકારે અસમંજસની સ્થીતી સર્જાશે જે બિલકુલ ન્યાયસંગત ન કહી શકાય એવી આ પ્રકારની ફાળવણી રાજ્ય સરકાર વારંવાર કરે છે આનો ઉદ્દેશ્ય શું હોઈ શકે આની પાછળ શુ તર્ક હોઈ શકે એની સ્પષ્ટતા સરકારે કરવી જોઇએ
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, સરખી કેટેગરી ધરાવતા કાર્ડ ધારકો વચ્ચે એક પ્રકારે ભેદભાવ જેવી પરિસ્થિતિનુ નિર્માણ થતા રાશન વિક્રેતાઓ પણ શંકાના ઘેરાવમા આવે છે પરીણામે રાશન વિક્રેતાઓ અને રાશનકાર્ડ ધારકો વચ્ચે ગજગ્રાહ વધે છે ખોટા આક્ષેપો થાય છે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, કોઈ માસ દરમિયાન તુવેરદાળની ફાળવણી જ ન કરવી કોઈ માસ દરમિયાન તુવેરદાળની 50 ટકા ફાળવણી કરવી અને ઘણી વખત ફાળવણી કર્યા બાદ વેપારી દ્વારા નાણા ભરી આપવામાં આવ્યા હોય છતાં પણ દુકાન સુધી દાળ ન પહોંચવી ફાળવણી કરી હોવી છતાં પણ ગોડાઉન ખાતે પણ જથ્થો ન પહોંચે આવી બધી વિષમતાઓને સરકાર શા માટે નિવારી શકતી નથી શુ એમની પાસે નિતી નથી કે બજેટ નથી કે પછી યોગ્ય કૌશલ્ય ધરાવતો સ્ટાફ નથી કે સુવ્યવસ્થિત માળખુ નથી તેવા સવાલ ઉઠાવી સરકારની નીતિ સમયે પ્રશ્નાર્થ ઉભા કર્યા હતા.