ભૂતખાના ચોકમાં સિગ્નલના અભાવે વિકટ બનતી ટ્રાફિક સમસ્યા
- બસ સ્ટેન્ડ નજીક સતત વાહનોની અવર-જવર વચ્ચે ભૂતખાના ચોકમાં ટ્રાફિક નિયમન માટે માત્ર ૩ વોર્ડન
ડાબી તરફ જતા વાહનોને જગ્યા મળતી નથી: ઉકાભાઇ
ભૂતખાના ચોકમા લાલઆઈ ટે્રડસમાં કામ કરતા ઉકાભાઈ પરમારે જણાવ્યુ કે, ભૂતખાના ચોકમા ટ્રાફિક સમસ્યા થવાનુ એક કારણ એ છે કે, આ ચોકમા ડાબી તરફ પસાર થવા માંગતા વાહન ચાલકોને ડાબી સાઈડ બ્લોક હોવાને કારણે જગ્યા મળતી નથી પરિણામે ટ્રાફિક જામ વધુ થાય છે. નિયમ મુજબ ડાબી તરફ જવા માંગતા વાહન ચાલકો માટે રસ્તો ખાલી રાખવો પડે છે. પરંતુ ભૂતખાના ચોકમા ક્યાય પણ ડાબી સાઈડ ખાલી રહેતી નથી. જેને લીધે દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જાયેલી રહે છે.
આડેધડ રિક્ષા ખડકી ટ્રાફિક જામ કરાય છે: ગોરઘનભાઇ
ભૂતખાના ચોકમા હિન્દુસ્તાન મોટર નામની દુકાન ધરાવતા વેપારી ગોરધનભાઈએ ટ્રાફિક સમસ્યા બાબતે વાતચીત કરતા જણાવ્યુ કે, રિક્ષા ચાલકોનો ત્રાસ વધુ છે અને રિક્ષા ચાલકો મુસાફરોને બેસાડવા ભાડુ બાધવા આડેધડ ગમે ત્યા રિક્ષા ઊભી રાખે છે. બસ સ્ટેન્ડ થી ઢેબર રોડ તરફ જતા રસ્તામાં ભૂતખાના ચોકમા ખાનગી ટ્રાવેલસ અને રિક્ષા ચાલકોની મનમાની કરતા હોય જેનો ભોગ આમ નાગરિકો બને છે. ભૂતખાના ચોક આસપાસ દુકાનની આડે પણ ઘણી વખત રિક્ષા ચાલકો રિક્ષા ઊભી કરી દેતા હોય જેના કારણે વેપારીઓ અને રિક્ષા ચાલકો વચ્ચે અનેક વખત ઘર્ષણ થાય છે.
રાજકોટવાસીઓ માટે હાલના સમયમા પ્રાણ પ્રશ્ન હોય તો એ છે ટ્રાફિક સમસ્યા. રાજકોટ શહેરમા વધતી જતી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવાની સાથે સાથે શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર અનેક સિગ્નલ મુકવામા આવ્યા છે. જોકે આમ છતા પણ ક્યાંકને ક્યાક ટ્રાફિક સમસ્યા સુધરવાના બદલે વકરી હોય તેવુ લાગી રહ્યુ છે.
રાજકોટના બસ સ્ટેન્ડથી નજીક આવેલ ભૂતખાના ચોક પાસે ટ્રાફિક સમસ્યાને કારણે વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ભૂતખાના ચોકમા ટ્રાફિક સિગ્નલ નહિ હોવાના કારણે અહિયાં દરરોજ સવાર સાજે દર ૧ કલાકે ટ્રાફિક જામ થાય છે. શહેરમા વસતી અને વાહનોની વધી રહેલી સખ્યા સાથે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની રહી છે. સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા થઇ રહેલા તમામ પ્રયાસ નાકામ રહ્યા છે. શહેરના મુખ્ય ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે લગાવાયેલા સિગ્નલ વર્ષો સુધી બધ રહ્યા હતા. પોલીસતંત્ર દ્વારા અનેક રજૂઆત બાદ મનપાએ બધ સિગ્નલ રિપેર કરાવી દીધા છે.
જો કે શહેરમા વાહનોની સખ્યા વધી રહી છે. રાજકોટમા ૩૫ હજારથી વધુ ઓટો રિક્ષા છે તેમજ અન્ય વાહનો મળી રાજકોટમા દર વર્ષે ૧ લાખથી વધુ નવા વાહનો ખરીદ થાય છે. તેની સામે અલગ અલગ ચોકમા ટ્રાફિક સિગ્નલ કાર્યરત છે, હજુ અસખ્ય ચોકમા સિગ્નલ મુકવા જરૂરી છે. ભૂતખાના ચોકમા પણ સિગ્નલ નહિ હોવાના કારણે ટ્રાફિક વોર્ડન દ્વારા ટ્રાફિક નિયમન કરવામા આવે છે પરતું ટ્રાફિક વોર્ડનને કોઈ ગાંઠતુ જ નથી ભૂતખાના ચોકની જ વાત કરી એ તો વાહનચાલકો ગમે તે કારણોસર ટ્રાફિક નિયમન કરતા ટ્રાફિક વોર્ડનને અનુસરતા નથી, નિર્ધારિત સ્થળે પહોંચવાની ઉતાવળમાં નિયમ તોડીને નીકળી જાય છે, આવા વાહનચાલકોને ફરજ પરના જવાન અટકાવીને સમજાવવાનો પ્રયાસ કરે છે ત્યારે ભૂલ સ્વીકારવાના બદલે તેની સાથે ઘર્ષણમાં ઉતરે છે અને અનેક વખત અનિચ્છનીય ઘટનાઓ પ્રકાશમા આવે છે.
ભૂતખાના ચોકમા ટ્રાફિક સમસ્યાનું મૂળ અહિયાં આસપાસ શાળા છૂટવાના સમયે ભયંકર ટ્રાફિક સર્જાય છે.ત્યારે ટ્રાફિકની નિયમન યોગ્ય રીતે થતુ નથી અને વાહન ચાલકો આડેધડ વાહન ચલાવી ટ્રાફિક જામ કરે છે. ભૂતખાના ચોકમા ટ્રાફિક નિયમન માટે ઓછા મા ઓછો પાચ સ્ટાફ હોવો જોઈએ તેના બદલે માત્ર ત્રણ વોર્ડન થી ટ્રાફિક નિયમન થાય છે તે યોગ્ય રીતે થઈ શકતું નથી. રાજકોટ શહેરમા મુખ્ય ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે લગાવાયેલા સિગ્નલ અને શહેરમા વાહનોની વધતી સખ્યા ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર માનવામા આવી રહી છે. રાજકોટ પોલીસને જીવલેણ અસ્માત નિવારવા માટેની કામગીરી માટે સેફ્ટી કમિટીને એવોર્ડ અપાયો છે. પરતુ વાસ્તવિક સ્થિતિ જોઈએ તો શહેરની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામા અધિકારીઓ નિષ્ફળ ગયા હોવાની લોકોમા ચર્ચા ઉઠી છે.
ટ્રાફિક સમસ્યા સુધરવાના બદલે વધુ બગડતી હોય તેવુ લાગી રહ્યુ છે.ભૂતખાના ચોકમા ટ્રાફિક જામ થવાનુ કારણ બન્ને સાઇડ તરફ રોડ ઉપર રિક્ષા ચાલકો અડ્ડો જમાવી રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિગ કરી રસ્તો દબાવી દેતા હોય રોડ ઉપર અન્ય વાહન ચાલકોને અવરજવરમા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નવુ બસ પોર્ટ બન્યા બાદ ટ્રાફિક સમસ્યા વધુ જટિલ બની છે. આસપાસના રહીશો અને વેપારીઓનું કહેવુ છે કે, ટ્રાફિક સિગ્નલના અભાવે ભૂતખાના ચોકમા ટ્રાફિક સમસ્યા વધી છે. જો ટ્રાફિક સિગ્નલ હોય તો વાહન ચાલકો તેને ફરજિયાત અનુસરે તો ટ્રાફિક સમસ્યા ઓછી થઈ શકે છે.