મુખવાસ વિના દિવાળી અધૂરી
મોંઘવારીના મારમા ૧૦ ટકા ભાવ વધારો છતા લોકોની પડાપડી: રૂ.૨૦૦ થી લઈ રૂ.૧૫૦૦ સુધીના મુખવાસની દિવાળીમા ખરીદી
દિવાળી એક એવો તહેવાર છે જે દેશભરમા હર્ષોલ્લાસ સાથે ઉજવવામા આવે છે. દિવાળી આવતા જ લોકો ઘણા દિવસ પહેલાથી જ બધી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. દિવાળીના તેમજ નવા વર્ષ પર લોકો એકબીજાના ઘરે જઈ શુભકામનાઓ પાઠવે છે. ત્યારે આ શુભ અવસરે લોકો મહેમાનોને મુખવાસ તેમજ સાકર ખવડાવીને મોં મીઠુ કરાવે છે. જેથી શરૂ થનાર નવા વર્ષમા સબધોમા મીઠાશ હમેશા જળવાય રહે. દિવાળીના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે શહેરોની બજારોમા અનેક પ્રકારની મુખવાસનુ આગમન થઇ ગયુ છે. રાજકોટની બજારોમા ઠડાઇ, ગુલકદ, ચેરી સહિત ૩૫૦થી વધુ વેરાઇટીના મુખવાસ ધૂમ વેચાઈ રહ્યા છે.
મુખવાસ વગર દિવાળીનો તહેવાર અધુરો રહેતો હોય છે. ત્યારે રાજકોટમા જામનગરી મુખવાસના હોલસેલના વેપારી નદા બ્રધર્સના દિપેશભાઈ નદાએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમા જણાવ્યુ કે તેમની પાસે મુખવાસમા ૩૫૦ થી વધુ વેરાઇટી છે. ખાસ કરીને દિવાળીના તહેવારમા ખારો અને મીઠો મુખવાસ સૌથી વહેચાય છે. રાજકોટમા તેમની પાસેથી ખરીદી કરી હોલસેલ મુખવાસ સપ્લાય કરતા અન્ય ૩ થી ૪ મોટા વેપારીઓ પણ છે. રાજકોટની બજારોમા એક સાથે ૩૫૦ પ્રકારના મુખવાસ જોવા મળે છે. અને રાજકોટના આ મુખવાસ માત્ર સ્થાનિક બજારોમા જ નહી, પરતુ મુબઈ, બેગલોર સહીતના મહાનગરોમા વેચાય છે. એમા પણ આ વર્ષે દિવાળીના તહેવારોમા મુખવાસના વેચાણમા ખુબ વધારો થયો છે. લોકોએ મુખવાસ લેવા અગાઉથી ઓર્ડર બુક કરી દીધા છે.
ડ્રાયફટ મુખવાસથી માડી ચોકોબોલ, ઠડાઇ, ગુલકદ, ચેરી,પાન મુખવાસ, જામનીગરી મુખવાસ, કલકતી મુખવાસ, રજવાડી, આદુ, સ્પેશ્યલ ખારો,ગુલાબ, ગોટલી, જેલી, આબોલિયા મીઠા તથા ખારા, કલકત્તી, ગુલાબ, પાન, વરીયાળી, લખનવી વરીયાળી , મસાલા ધાણાદાળ, સોપારી, કેસર, કલકત્તી પાન, રાજભોગ, મેંગો સ્લાઇડ, ફોદીના, હિગવત્તી, હિગ પેંડા, મરીબોલ, ફાયટરબોલ, રેવડી સહિતના જુદા જુદા પ્રકારના મુખવાસ આવે ઉપરાત આરોગ્યવર્ધક મુખવાસની સહીતના કુલ ૩૫૦ પ્રકારની વેરાઇટી મુખવાસ બજારમા વેચાય છે. જેનો ભાવ ૨૦૦ રૂપિયાથી ૧૫૦૦ રૂપિયા કિલો વેચાય છે. ત્યારે ગૃહણીઓ હાલ તહેવારોને લઈ ભારે ઉત્સાહ સાથે મુખવાસની ખરીદી કરી રહ્યા છે. ૧૦૦ ગ્રામથી લઈ ૧ કિલો અને ૫ કે ૧૦ કિલો મુખવાસ ગ્રાહકો ખરીદ કરી લઈ જાય છે. રાજકોટના નદા બ્રધર્સ છેલ્લા ૭૦ વર્ષથી લોકોને અવનવા મુખવાસ પીરસી રહી છે. અત્યારે તેની ત્રીજી પેઢી આ મુખવાસનો વ્યવસાય કરી રહી છે. જામનગરી મુખવાસ સ્પેશિયલ રાજકોટના અલગ અલગ મુખવાસ ખૂબ જ પ્રખ્યાત છે. આ વર્ષે મોંઘવારીના મારમા મુખવાસમા ૧૦ ટકા ભાવ વધારો હોવા છતા પણ લોકો ખરીદી કરી રહ્યા છે.
ગત વર્ષ કરતા ૫થી ૧૦ ટકા ભાવમા વધારો
અનેરા સ્વાદ અને સોડમથી મધમધતા મુખવાસની આઈટમનો મહારાજા ગણાતા ધાણા,વરીયાળી, તલના ભાવ આ વર્ષે સડસડાટ રીતે આસમાને આબતા મુખવાસના ભાવમા ભાવવધારો થયો છે તેમ છતા રાજકોટની બજારોમા મુખવાસનુ ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. મુખવાસના ભાવમા ભારે ઉછાળો આવ્યો છે તેમ છતા રાજકોટિયન્સ દિવાળી દરમિયાન ૧૦ ટનથી વધુ મુખવાસ ફાકી જશે. ગત દિવાળીમા વિવિધ વેરાયટીના મુખવાસનો સરેરાશ ભાવ કિલો દીઠ રૂ. ૨૦૦થી ૧૫૦૦ ની વચ્ચે હતો. જ્યારે આ વખતે આ ભાવ રૂ. ૩૦૦ થી ૧૭૦૦ ની સપાટીએ પહોંચ્યો છે. આ ભાવ વધારો હોવા છતા મુખવાસની માગમા કોઇ ખાસ્સો ઘટાડો જોવા મળ્યો નથી.
આયુર્વેદિક જામનગરી મુખવાસમા શુ આવે છે?
જામનગરી મુખવાસમા ધાણાદાળ, તલ, વરિયાળી, અજમો, આદુ, મરી, તરબૂચના બી, સુવાદાણા, હિગાસ્ટક ફાકી એડ કરવામા આવે છે. હિગાસ્ટક ફાકી ખાવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. આ મુખવાસની કિમત ૩૬૦ રૂપિયાનો કિલો છે. આ મુખવાસની ડિમાન્ડ દેશ-વિદેશમા ખૂબ જ છે, ત્યારે દિવાળીનો તહેવાર નજીક આવતા જ લોકો મુખવાસની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.