ડુમિયાણી ટોલનાકાના સ્ટાફ ઉપર ગાડી ચડાવી દેનાર ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખના દિયરની ધરપકડ
મારા ટ્રકના પૈસા કેમ કાપે છે. તેમ કહી માથાકૂટ કરી,સમગ્ર ઘટનાનો વિડીયો વાઇરલ
ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ નિતાબેન રસિકભાઈ ચાવડાના દિયરકલ્પેશ ચાવડાએ ડુમિયાણી ટોલ નાકે માથાકૂટ કરી કર્મચારી પર કાર ચડાવી દીધાનો વિડીયો વાઇરલ થયા બાદ આ મામલે ટોલનાકાના કર્મચારીની ફરિયાદ બાદ ધોરાજી પોલીસે સાપરાધ માનવવધનો ગુનો નોંધી આ ગુનામાં પંચાયત પ્રમુખના દિયરની ધરપકડ થઈ છે.
ગત તા તા.26 ઓગષ્ટે સાંજના પોણા છ વાગ્યે જીજે 09- બીઈ 3681 નંબરની આઇ-10 કાર લઈનેઆવેલા ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ નિતાબેન રસિકભાઈ ચાવડાના દિયરકલ્પેશ ચાવડાએટોલપ્લાઝા નં 15 ઉપર બેરીયર પાસેકાર ઊભી રાખી ગાળો બોલી મેનેજર કયા છે તેમ કહી ટોલનાકાના કર્મચારી અનિલ મેણશીભાઈ ચંદ્રવાડીયાને ગાળો આપી મારા ટ્રકના પૈસા કેમ કાપે છે. તેમ કહી ઝગડો કર્યો હતો ત્યારે મેનેજર હાજર નહોય સિફ્ટ મેનજરને મળીલેવા જણાવ્યું હતું.
અને ગાડી અહીંથી નીકળે ત્યારે ઓટોમેટીક ફાસ્ટેક દ્વારા કપાઈ જાય ટોલનાકાના સ્ટાફનું કાંઈ પણ ન ચાલે એમ વાત કરતાં કલ્પેશચાવડાએ ફુલ સ્પીડમાં ચલાવી ઈરાદા પૂર્વક અનિલ મેણશીભાઈ ચંદ્રવાડીયાને કાર ઠોકરે ચડાવી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત અનિલ મેણશીભાઈ ચંદ્રવાડીયાને સારવાર માટે ખસેડાયો હતો. આ ઘટનામાં ધોરાજી પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ નિતાબેન રસિકભાઈ ચાવડાના દિયરકલ્પેશ ચાવડાની ધરપકડ કરી હતી. ડુમીયાણી ટોલનાકાઉપર અગાઉ પણ તોડફોડ થઈ હતીબાદમાં આ બીજી વખત ઘર્ષણ થયું છે.