ધો- 10 અને 12ની પૂરક પરીક્ષાના આવેદન માટે એક દિવસની મુદ્દત વધારાઈ
આજે સાંજના પાંચ વાગ્યા સુધી આવેદનપત્ર ભરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2024માં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહની પૂરક પરીક્ષા માટે આવેદન કરવાની તથા ફી ફરવાની તારીખમાં એક દિવસની મુદ્દત વધારવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે, ધોરણ 10 અને 12માં એક અથવા બે વિષયમાં ગેરહાજર રહ્યા હોય અથવા એક કે બે વિષયમાં નાપાસ થયેલા સુધારણાને અવકાશ ધરાવતા પરીક્ષાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે. જેની આવેદન કરવાની તથા ફી ભરવાની અંતિમ તારીખ 22 મે હતી.જેમાં શિક્ષણ બોર્ડે એક દિવસની મુદ્દત વધારતા હવે તારીખ 23 મે ને સાંજના 5 વાગ્યા સુધી આવેદન કરી શકાશે તથા ફી ભરી શકાશે. આવેદન કરવા માટે બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા ધોરણ 10 માટે sscpurakreg.gseb.org અને ધોરણ 12 માટે hscgenpurakreg.gseb.org ની મુલાકાત લેવા જણાવાયું છે.