શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલવાનું બીડું ઝડપતા DCP પૂજા યાદવ
- `વોઇસ ઓફ ડે’ સાથે શહેરની ટ્રાફિક સમસ્યા અગે મુદ્દાસર ચર્ચા કરી: કેટલાક સિગ્નલ પર નંબર પ્લેટ ડિટેકશન થઇ શકે તેવા કેમેરા નથી, તો રોંગ સાઇડમાં આવતા વાહનચાલકો માટે આજીડેમ ચોકડી સૌથી વધુ ખતરનાક
રાજકોટમા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામા આવે છે પરતુ કેટલાક કિસ્સાઓમાં કેટલાક બેદરકાર વાહનચાલકો જ ટ્રાફિક સમસ્યા અને અકસ્માત નોતરે છે. “વોઇસ ઓફ ડે” દ્વારા શરૂ કરવામા આવેલી ટ્રાફિક ઝુબેશ અગે ટ્રાફિક DCP પૂજા યાદવ સાથે વાતચીત કરવામા આવી હતી અને તેમનો અભિપ્રાય પણ લેવામા આવ્યો હતો. પૂજા યાદવે પણ શહેરની ટ્રાફિક સમસ્યા અગે મુદ્દાસર ચર્ચા કરી હતી. જેમા એમણે કહ્યુ હતુ કે, ટ્રાફિક નિયમોનું પાલન તો ચુસ્તપણે તમામ વાહનચલકોએ કરવુ જ પડશે. સાથોસાથ કેટલાક સિગ્નલ પર છકટઉ કેમેરા ન હોવાને કારણે સિગ્નલ તોડી વાહનચાલકો નીકળી જતા હોય તેને પકડી શકાતા નથી. તેવી વ્યથા પણ ઠાલવી હતી. રાજકોટમા ટ્રાફિક સમસ્યા અત્યાર સુધીમા તંત્ર દ્વારા અનેક પગલાઓ લેવામા આવ્યા છે પરતુ સમસ્યા ઠેરની ઠેર છે. તેમા માત્ર ટ્રાફિક પોલીસ નહિ પરતુ કેટલાક વાહનચાલકો પણ જવાબદાર છે ત્યારે આવા લોકોએ પણ ટ્રાફિક સેન્સ કેળવવી પડશે અને નિયમોનું પાલન કરવુ પડશે. જરૂર પડશે તો સ્થળ પર જ વાહન ડિટેઇન કરવા સહિતની કામગીરી કરવામા આવશે. તેવુ ડીસીપી પૂજા યાદવે વોઇસ ઓફ ડેના માધ્યમથી શહેરીજનોને કડક શબ્દોમાં તાકીદ કરી હતી. અહી પ્રસ્તુત છે ડીસીપી પૂજા યાદવ સાથે કરેલી ચર્ચાના મુદ્દાઓ કે જે એમણે `વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમા જણાવ્યા હતા.

ખાટલે મોટી ખોટ: તમામ સિગ્નલ પર નંબર પ્લેટ ડિટેક્ટ થાય તેવા કેમેરા નથી
શહેરમા મોટાભાગે કે જ્યા ચાર રસ્તા ભેગા થતા હોય અને વાહનોની અવર-જવર વધુ રહેતી હોય ત્યા ટ્રાફિક સમસ્યા ન ઉદ્દભવે તે માટે સિગ્નલ રાખવામા આવ્યા છે. ઉપરાત સિગ્નલ તોડીને એટલે કે સાઈડ બધ હોવા છતા પણ કેટલાક વાહનચાલકો નીકળી જતા હોય છે તેમના વાહનની નબર પ્લેટ કેમેરામા કેદ કરી ઈ-મેમો આપવામા આવે છે. આ માટે છકટઉ એટલે કે રેડ લાઇટ વાયોલેશન ડિટેકશન કેમેરા સિગ્નલ પર રાખવામા આવે છે. પરતુ શહેરના કેટલાક સિગ્નલ પર આવા કેમેરા નથી. જેને કારણે સિગ્નલ તોડીને પસાર થતા વાહનચાલકોને દડ કરી શકતો નથી. મહત્વનુ છે કે, આવા કેમેરા મહાનગર પાલિકા દ્વારા લગાવવામાં આવતા હોય છે. જે કેટલાક સિગ્નલો પર લગાવવામાં આવ્યા નથી. જે અગે મનપાને સિગ્નલ લગાવવા માટે પણ જણાવ્યુ હોવાનુ ડીસીપી પૂજા યાદવે જણાવ્યુ હતુ.
ગ્રીનલેન્ડ ચોકડીએ બસના પાર્કિંગ માટે કલેકટરને પત્ર લખ્યો છે
પૂજા યાદવે વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમા એવુ પણ કહ્યુ હતુ કે, ગ્રીનલેન્ડ ચોકડીએ મોટા વાહનોની અવર-જવર વધુ રહે છે. અહી બસ ઊભી રહેતી હોવાને કારણે રિક્ષા ચાલકોને પેસેન્જર પણ અહીથી જ મળે છે. જેના કારણે પણ ટ્રાફિક સમસ્યા થાય છે. માટે બસના પાર્કિગ માટે જગ્યા ફાળવવા માટે કલેકટરને પત્ર લખવામા આવ્યો છે. જો અહી પાર્કિગ માટે જગ્યા આપવામા આવે તો ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે છે.
કેટલાક લોકો પે એન્ડ પાર્કિંગમાં પૈસા ન ભરવા પડે એટલે વાહનો લઇને બજારમા ઘૂસે છે
મહાનગર પાલિકાએ શહેરમા પે એન્ડ પાર્કિગ બનાવ્યા છે કે જ્યા લોકો પોતાનુ વાહન પાર્ક કરી શકે અને બજારમા ખરીદી કરવા કે પછી અન્યત્ર જઈ શકે. ત્રિકોણબાગ પાસે મહાનગર નગર પાલિકાનું પે એન્ડ પાર્કિગ આવેલુ છે પરતુ કેટલાક લોકો અહી પૈસા ભરવા ન પડે તે માટે વાહન પાર્ક કરતા નથી અને લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, સાંગળવા ચોક સહિતની બજારોમા વાહનો સાથે જાય છે. જેના કારણે પણ આવા ભીડભાડ વાળા વિસ્તારોમા ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ઉપરાત વાહન પાર્ક કરવાની સમસ્યા ઉદ્દભવે છે.
૧૫૦ ફૂટ રિંગ રોડ પર સાઇકલ ટે્રક પર એંગલ લગાવવા જરૂરી
શહેરના ૧૫૦ ફૂટ રિગ રોડ પર સાઇકલ ટે્રક બનાવવામા આવ્યા છે. જેના કારણે સાઇકલ ચાલકો અને પગપાળા ચાલતા લોકો અકસ્માતના ભય વગર ત્યાથી પસાર થઈ શકે. પરતુ આ સાઇકલ ટે્રકની આસપાસ કે તેની શરૂઆતમા ક્યાય એંગલ લગાવવામાં આવતી નથી જેના કારણે ક્યારેક કાર અને બાઇક ચાલકો પણ અહી ઘૂસી જાય છે. ત્યારે આવા સાઇકલ ટે્રકની શરૂઆતમા માત્ર સાઇકલ નીકળી શકે તેટલી જગ્યા રાખી એંગલ લગાવવામાં આવે તે જરૂરી છે.
રોંગ સાઈડ માટે આજીડેમ ચોકડી સૌથી વધુ ખતરનાક
રોંગ સાઇડમાં આવતા વાહનચાલકો સૌથી વધુ આજીડેમ ચોકડી પાસેથી પસાર થાય છે. જેના કારણે અકસ્માતના સૌથી વધુ બનાવ અહી બને છે. આ ચોકડી સૌથી વધુ ખતરનાક છે. રોંગ સાઇડમાં આવતા વાહનો અટકાવવા માટે બેરીકેટ લગાવવામાં આવે છે. જે અહી પણ રાખવામા આવી છે. જો કે દરેક જગ્યાએ બેરીકેટ નથી. ત્યારે રોંગ સાઇડમાંથી આવતા વાહનો અટકાવવા બેરીકેટ રાખવી જરૂરી છે.
પોલીસ કામગીરી કરે છે ત્યારે લોકો જવાબદારીથી દૂર ન થઈ શકે
પોલીસ ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા લોકોને દડ ફટકારે છે ત્યારે કેટલાક લોકો ભલામણ માટે ફોન કરે છે. નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા આવી કાર્યવાહી કરવામા આવે છે પરતુ લોકો પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. પોલીસ અકસ્માત અટકાવવા, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે કામગીરી કરી હોય તો લોકોએ પણ સાથ આપવો જરૂરી છે. પોલીસ લોકો માટે જ કામગીરી કરતી હોય છે પરંતુ કેટલાક લોકો તંત્રને સાથ આપવાને બદલે જવાબદારીમાંથી છટકી જાય છે.
બાળકોના હાથમાં બાઇક આવતાં જ હવામાં ઊડવા લાગે છે…
મહત્વનુ છે કે, શહેરમા ટ્રાફિક પોલીસ દ્વારા અનેકવાર ટ્રાફિક નિયમો અગે શાળાઓમા સેમિનાર સહિતના કાર્યક્રમો કરવામા આવે છે. ત્યારે પૂજા યાદવે કહ્યુ હતુ કે, બાળકોના હાથમા બાઇક આવતા તેઓ હવામા ઉડતા હોય તે રીતે બાઇક ચલાવે છે. જે જોખમી છે. તેમના વાલીઓએ વાહન ન આપવુ જોઈએ. ૧૮ વર્ષથી નીચેના બાળકો વાહન ચલાવતા હોય તો નવા નિયમ મુજબ તેમના વાલીઓને પણ સજા કરવામા આવે છે ત્યારે આવા કડક પગલા પણ લેવામા આવી રહ્યા છે ત્યારે વાલીઓએ પણ પોતાના બાળકોને વાહન આપવું ન જોઇએ.
દરેક જગ્યાએ બ્રિજ બનવા શક્ય નથી
શહેરમા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે જુદા-જુદા વિસ્તારોમા બ્રિજ બનાવવામા આવ્યા છે. પરતુ શહેરમા કેટલાક વિસ્તારો એવા છે કે જ્યા બ્રિજ બનવા શક્ય નથી. માટે આવા વિસ્તારોમા ટ્રાફિક નિયમન માટે પોલીસ અને વોર્ડન ફરજ પર રહે છે. પરતુ આવા વિસ્તારોમા વાહનોની વધુ પ્રમાણમા પસાર થતા હોય છે જેથી ક્યારેક ટ્રાફિક સમસ્યા ઉદ્દભવે છે. વાહનચાલકો પણ જલ્દી નીકળવાની માટે નાની નાની જગ્યામાંથી પસાર થતા હોય છે અથવાતો અન્ય વાહનને ઓવરટેક કરતા હોય છે ત્યારે સામેની બાજુથી આવતા વાહનો સામસામે આવી જાય છે માટે આવા વાહનચાલકોએ સમજણ કેળવવી જરૂરી છે અને ઉતાવળ કરવી ન જોઈએ.