સર્કલ અને સાયકલ પર હોર્ડિંગ્સ થકી લાખોની કમાણી કરી જી.એસ.ટી ચોરી કરનારાંનો ડેટા તૈયાર,નોટિસ ફટકારશે
લાખોનો ટેક્સ ચુકવવામાં શોરૂમ અને વ્યવસાયકારોનાં ઠાગા ઠૈયા:આવાં અનેક ધંધાર્થીઓ રડારમાં
વર્ષ દરમિયાન હોડિંગ દ્વારા જાહેરાતો કરીને લાખીની કમાણી કરે છે પણ જીએસટી ભરવામાં ધતિંગ કરતા વ્યવસાયકારો હવે નજરમાં આવી ગયા છે. આગામી ટૂંક સમયમાં આવા ધંધાર્થીઓને નોટિસ ડિપાર્ટમેન્ટ મોકલશે તેવું સૂત્રોએ કહ્યું હતું.
કંપનીઓ અને શોરૂમના સંચાલકો હવે પોતાની પબ્લિસિટી માટે શહેરમાં અલગ અલગ સર્કલ અને સિગ્નલો પર પોતાની બ્રાન્ડની જાહેરાતો કરી રહ્યા છે આ ઉપરાંત વાહનો અને સાયકલ પર હોડિંગ ફેરવીને લાખોનું ટર્નઓવર કરતી કંપનીઓ તેમજ વ્યવસાયકારો દ્વારા જીએસટી ચૂકવવામાં આવતો નથી તેવી જાણ ડીપાર્ટમેન્ટ સુધી પહોંચતા અધિકારીઓને આવા ધંધાર્થીઓનું લીસ્ટ બનાવવા માટે સૂચના આપવામાં આવી છે.
જીએસટી ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ આવા અનેક ધંધાર્થીઓ જીએસટીની રડારમાં છે.
અલગ અલગ કંપનીઓ વર્ષે લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી રહી છે આ ઉપરાંત શહેરના ટ્રાફિક સિગ્નલ પાસે પણ જાહેરાતોના પોસ્ટરો અને બોર્ડ લગાવવામાં આવતા હોય છે હવે તમામ પર જીએસટી ભરવાનો થતો હોય છે પરંતુ આઉટડોર ની આવી જાહેરાતો પર પૂરતો ટેક્સ આવતો ન હોવાથી ડીપાર્ટમેન્ટએ ડેટા કલેક્શન શરૂ કર્યું છે જેમાં આ કંપનીઓના કેટલા વાહનો પબ્લિસિટી કરતા ફરે છે તેમજ કેટલા કોન્ટ્રાક્ટ તેઓએ આપ્યા છે તે સહિતની માહિતી મેળવવામાં આવી રહી છે.
બોક્સ 1 આવા ધંધાર્થીઓએ જીએસટીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં તેની તપાસ થશે:સી.એ.દોશી
સૌથી પહેલા તો ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારની જાહેરાત કરતા સંચાલકોએ રજીસ્ટ્રેશન કર્યું છે કે નહીં તે જીએસટી તપાસ કરશે. જો રિટર્ન ભર્યું હશે તો તેમાં સેલ્સ રિટર્નમાં કેટલું ફાઇલ કર્યું છે તે અંગે જીએસટી જાણકારી મેળવે છે. તેમ જણાવતાં રાજકોટના જાણીતા સી.એ. રાજીવ દોશીએ કહ્યું કે, ટેક્સ ચોરીની તમામ છટકબારી પર ડિપાર્ટમેન્ટ નજર રાખીને બેઠું છે આવા ધંધાર્થીઓએ જો જીએસટીમાં રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો કરાવી નિયમિત રિટર્ન ફાઇલ કરે તે હિતાવહ રહેશે.