તારે જમી પર… દર્શિલ સફારી રવિવારે રાજકોટમાં: આખરી લોકલ નાટક
રેલ્વે પ્લેટફોર્મ પર થતી બે અજાણી વ્યક્તિઓની મુલાકાત પરનું હિન્દી નાટક આખરી લોકલમાં
ભારતદેશના રેલવે પ્લેટફોર્મ એ વાર્તા અને લાગણીઓના ભંડાર છે. અનેક લોકોની સુખદ યાત્રાઓ તેમજ કેટલીક દુખદ યાતનાઓના સાક્ષી આ પ્લેટફોર્મ રહ્યા હોય છે. ટે્રનના આવવા જવાના સમય સિવાય મહદ અંશે ખાલી રહેતા પ્લેટફોર્મ ઉપર બે અલગ જ ઉંમર અને વિચારોના વ્યક્તિ એક લોકલ ટે્રનની પ્રતિક્ષા કરતા હોય છે અને એ સંજોગોમાં બંને વચ્ચે વાતચીતની શરૂઆત થાય છે જેમાં જીવનના તમામ ઇમોશન્સ આવે છે અને આ રીતે ભજવાય થાય છે હિન્દી નાટક આખરી લોકલ.
રાજકોટમાં પ્રથમ જ વખત અલાઇટ ક્રાફટ સ્ટુડિયો પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે એક જાણીતું હિન્દી નાટક આખરી લોકલ જેનું આયોજન કરી રહ્યા છે શહેરના જાણીતા અભિનેતા, ઉદ્ઘોષક એવા ચેતસ ઓઝા આ નાટકમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે તારે ઝમીન પર અને કચ્છ એક્સપ્રેસ જેવી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મના અભિનેતા દર્શિલ સફારી કે જેમણે આમિર ખાન, રત્ના પાઠક શાહ, તેમજ માનસી ગોહિલ જેવા અનેક જાણીતા દિગ્ગજો સાથે પણ કામ કર્યું છે.
આ નાટકમાં એમની સાથે છે અભિનેતા આર્યન દેશપાંડે. મુંબઈમાં કાર્યરત આ બંને યુવા કલાકારો દ્વારા મંચન થનાર આ નાટક રાજકોટમાં રહેતા નાટ્યપ્રેમીઓ તેમજ હિન્દી ભાષાના ભાવકો માટે એક અનોખો લ્હાવો રહેશે, કારણકે કોમેડીથી લઈને ટે્રજેડી સુધીના તમામ રસ પ્રેક્ષકોને અનુભવવા મળશે.
આ નાટકનો શો આગામી ૨૨ ડિસેમ્બર,૨૦૨૪ ના રોજ રવિવાર ખાતે પ્રમુખસ્વામી ઓડીટોરિયમ,રૈયા રોડ,ખાતે યોજાનાર છે. ટિકિટ બુકિગ માટે ફક્ત વ્હોટસએપ નંબર ૮૮૬૬૨ ૮૬૩૯૬ પર સંપર્ક કરવા અને વધુમાં વધુ સંખ્યામાં પ્રેક્ષકોથી સભાગૃહને છલકાવવા તેમણે રાજકોટવાસીઓને અનુરોધ કર્યો હતો.