ડી.ઇ.ઓ. સ્કૂલ સંચાલકોના કહ્યામાં છે, વિધાર્થીઓનું હિત ભૂલી ગયા..!!!
મોદી, ધોળકિયા સહિત 90 ટકા સ્કૂલોએ વેકેશન પૂરું થાય એ પહેલાં શાળાઓ શરૂ કરી દીધી: 24 કલાકમાં ડી.ઇ.ઓ. પગલાં નહીં લે તો કોંગ્રેસનું હલ્લાબોલ
રાજ્ય સરકારે પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામા આવતા શાળાકિય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દિવાળી વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી હતી.રાજ્ય શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને શાળાઓમાં દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધીનુ એટલે કે કુલ 21 દિવસનું જાહેર કર્યું હતુ પરંતુ રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓએ સરકારના આ પરિપત્રનો ઉલાળિયો કરી ગત તા.૫ નવે.થી જ શાળાઓમા શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામા આવતા વિદ્યાર્થીજગતમાં ઉહાપો મચ્યો છે.વિદ્યાર્થીઓને સ્કૂલ પર બોલાવવા સ્કૂલ મેનેજમેન્ટ સંમતિપત્રોમા વાલીઓની સહી કરાવવા દબાણ લાવી રહ્યાના કિસ્સાઓ સામે આવ્યા છે.
રાજ્ય સરકાર એક તરફ ભાર વગરના ભણતરના અમલીકરણના પ્રયાસો કરી રહી છે ત્યારે ફી લાલચુ અમુક સંચાલકોને કારણે વિદ્યાર્થીઓને આ રીતે શિક્ષણના નામે માનસિક બોજ શા માટે અપાય રહ્યો છે તે ચિંતાનો વિષય છે.બે દિવસ પૂર્વે રાજકોટના અયોધ્યા ચોક નજીક ધો.૧૨ ની એક વિદ્યાર્થીનીએ શિક્ષણના ભારણના લીધે આપઘાત કરવાનો દુઃખદ કિસ્સો પણ સામે આવ્યો છે ત્યારે શિક્ષણ તંત્ર અને સંચાલકો શા માટે બાળકોને જોખમરૂપ સાબિત થાય તેવુ દબાણ કરી રહી છે તે દુઃખદ છે. રાજકોટની ૯૦% ખાનગી શાળાઓના તમામ ધોરણો શરૂ કરી દેવાના વિદ્યાર્થીઓને સ્કૂલો ઓફિશિયલ મેસેજ કરી જાણ કરી રહ્યા છે ત્યારે અમોને વિદ્યાર્થીઓની અનેક ફરિયાદો મળી છે કે સ્કૂલો અમને મરજિયાત આવવાના બહાને ફરજિયાત દબાણ કરી રહી છે અને વધુમા તેઓએ જણાવ્યુ કે જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ અનેક ફરિયાદો ટેલિફોનિક,મેઈલ દ્વારા કરવા છતા આ કચેરીમાથી કોઇ પ્રત્યુતર મળી રહ્યો નથી.
આ બાબતોને ધ્યાનમા લઇ રાજકોટની જે જે શાળાઓમા શૈક્ષણિક કાર્યો શરૂ છે તેઓ પર કડક કાર્યાવહી કરવામા તેવી અમારી માંગ છે. અમારી ફરજ હતી કે પહેલા જવાબદાર અધિકારીઓને પુરાવા સહિત બાબતોનુ ધ્યાન દોરવુ હતું. આગામી ૨૪ કલાકમા નિયમ વિરુદ્ધ જે ખાનગી શાળાઓ પર તમારા દ્વારા કાર્યવાહી નહી કરવામા આવે તો અમારી ટીમ દ્વારા જે તે સ્કૂલો પર હલ્લાબોલ કરી બંધ કરાવીશુ જેની તમામ જવાબદારી DEOની રહેશે તેવી ચીમ્મકી પણ રોહિતસિંહ રાજપૂતે ઉચ્ચારી હતી.
ખુદ જિલ્લા શિક્ષક અધિકારી જ સંચાલકોના ઘૂંટણીયે:રોહિતસિંહ રાજપૂત
કોંગ્રેસેના રોહિતસિંહ રાજપૂતએ જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆતમા જણાવ્યુ હતું કે,રાજ્યસરકારે શૈક્ષણિક બાબતોની જવાબદારી તમોને સોંપી હોય ત્યારે સરકારના નિયમોનો ખુલ્લેઆમ ઉલાળિયો કરતી ખાનગી શાળાઓ પર કડક કાર્યાવાહી કેમ નહી તે મોટો સવાલ છે ! એક જવાબદાર અધિકારી તરીકે તમને પદની રૂહે આપેલી સત્તાનો સરકારના નિયમોનું પાલન કરાવવામા ઉપયોગ કરતા કેમ ખચકાટ અનુભવો છો ? ખાનગી શાળા સંચાલકોથી કોઇ ડર લાગે છે કે તમારી દુખતી નસ એ લોકો પાસે કે શુ ? ખાનગી સ્કૂલો તમારી મીઠી નજર હેઠળ ચાલુ રાખવા દેવામા આવે છે ? આર્થિક રીતે મજબુત અને લાગવગ ધરાવતા સંચાલકોને રાજ્ય સરકારના નિયમો લાગુ નથી પડતા કે શુ ? તેવા શિક્ષણજગતમા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે રાજ્યસરકારના નિયમો મુજબ નિયમનો પાલન ના કરનાર કોઇ પણ શાળા હોય તેના પર ત્વરિત કડકમા કડક પગલા લેવા જોઈએ તેવી માંગ કરી હતી.
વાલીઓનું સંમતિપત્રક લાવવા વિદ્યાર્થીઓ પણ દબાણ
છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ ૨૫ થી ૩૦ સ્કૂલોના વિદ્યાર્થીઓની ફરિયાદો આવી રહી છે કે રાજ્ય સરકારે જાહેર કરેલ વેકેશનમા પણ અમારી સ્કૂલોમા શૈક્ષણિક કાર્ય ચાલુ છે અને અમને વાલીઓની સહી સંમતિ પત્રમા સહી કરાવવા ફરજિયાત દબાણ કરે છે ! આવા સંમંતિ પત્રનો સીધો મતલબ એ થયો કે શાળાના સંચાલકોએ રાજ્ય સરકારના નિયમોથી ઉપરવટ છે.