સફળતાનો શ્રેય પરિવાર-મિત્રોના ફાળે- કમલેશ શાહ
- ગળથૂથીમાં જ વકીલાતનાં પાઠ ભણનાર કમલેશ શાહ એક
- અજાતશત્રુ અને બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વનાં માલિક છે
આપણે સામાન્ય રીતે કોઈને તેમના વ્યવસાય વિશે પૂછીએ તો વકીલ છુ એમ કહે એટલે વાત ત્યા પૂરી થઇ જાય… પણ રાજકોટમા એક એવુ વ્યક્તિત્વ છે જે વ્યવસાયે વકીલ હોવા છતા માત્ર વકીલ છુ એવુ કહી શકે તેમ નથી… તેઓ બીજો કોઈ વ્યવસાય કરતા નથી પણ સમાજનુ એક પણ ક્ષેત્ર એવુ નહી હોય જ્યા તેમની હાજરી નહી હોય. ભાજપ હોય, આર.એસ.એસ.હોય, સ્ટોક એક્સચેન્જ હોય, ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, ઉપાશ્રય હોય, વૃધ્ધાશ્રમ હોય કે પછી ગૌશાળા હોય અને આવી તો અનેક બીજી સસ્થાઓ અને સેવાકાર્યો સાથે જોડાયેલા છે. આ વ્યક્તિત્વ એટલે બીજુ કોઈ નહી પણ એક અજાતશત્રુ અને બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વના માલિક કમલેશભાઈ શાહ.

પરિવાર અને મિત્રોના પ્રોત્સાહનથી વકીલ બનેલા કમલેશભાઈ આજે સફળતાની એક પછી એક સીડી ચડી રહ્યા છે અને હજુ સફળતાનું શિખર તેમને આવકારવા થનગને છે. કમલેશભાઈ શાહ આ વખતે રાજકોટ બાર એસોસિએશનની ચૂટણી લડી રહ્યા છે અને તેમની જીત દીવાલ ઉપર લખાયેલા શબ્દો છે. આજે તેઓ `વોઈસ ઓફ ડે’નાં પેઈજ ગેસ્ટ છે. એક ખાસ વાતચીત દરમિયાન કમલેશભાઈએ પોતાની, મિત્રોની, પરિવારની અને રાજકોટની ઘણી ઘણી વાત કરી છે.
વકીલાત ક્ષેત્રે ૩૪ વર્ષની સફળ કારકિર્દી ધરાવતા કમલેશભાઈ પોતાની આ સ્થિતિ માટેનો શ્રેય પરિવારજનો અને ખાસ કરીને માતુશ્રીને અને મિત્રોને આપે છે. તેમણે કહ્યુ કે મારા પિતા નટવરલાલ વકીલ જ હતા અને મારા માતુશ્રીની ખાસ ઈચ્છા હતી કે સંતાનો પણ આ જ ક્ષેત્રે આગળ વધે. આજે કમલેશભાઈ અને તેમના નાના ભાઈ જીજ્ઞેશભાઈ વકીલાતના વ્યવસાય સાથે સકળાયેલા છે. આ ઉપરાત અનિલ દેસાઈ, ધર્મેશ શેઠ જેવા મિત્રોનું પ્રોત્સાહન પણ ઘણુ કામ આવ્યુ છે.

કમલેશભાઈ શાહનો જન્મ તા.૧૮/૦૪/૧૯૬૪ના રોજ થયો હતો. રાજકોટની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમા માધ્યમિક શિક્ષણ લીધુ અને ત્યારબાદ ધમસાણિયા કોલેજમાં બી.કોમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજકોટની એ.એમ.પી. ગવર્નમેન્ટ લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી પોતાના પિતાજીની સાથે ૧૯૮૯થી વકીલાતના વ્યવસાયમા જોડાઈ ગયા હતા. આમ તેમની કારકિર્દીનો ગ્રાફ ૩૪ વર્ષ લાબો અને નિષ્કલંક છે.

વકીલાતના લાબા વ્યવસાય દરમિયાન કમલેશભાઈને અનેક કેસમા સફળતા મળી છે અને અસીલોને ન્યાય અપાવ્યો છે. આજે રાજકોટ જ નહી પરતુ સૌરાષ્ટ્ર-ગુજરાતના નામાકિત વકીલોમાં તેમનુ નામ આદર સાથે લેવાય છે. કમલેશભાઈ કહે છે કે અનેક એવા કેસ છે જે મારી કેરિયરમાં યાદગાર બની રહ્યા છે.
કમલેશભાઇનો કેરિયર ગ્રાફ
- વકીલાતના વ્યવસાયની સાથે સાથે રાજકોટ બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી સભ્ય તરીકે જવાબદારી
- લોકઅદાલત, વકીલોની ક્રિકેટ ટુર્નામેન્ટ્સ, ચેસ ટુર્નામેન્ટ્સ, કેરમ ટુર્નામેન્ટ સહિતના આયોજનમાં અગ્રેસર
- વકીલો સામેનાં પોતાના પોલીસ અને કોર્ટ કેસમા પોલીસ સ્ટેશનમા અને વિવિધ કોર્ટમા નિશુલ્ક રીતે સહાયભૂત
- ૨૦૦૦થી આજદિવસ સુધીની લોકસભા, વિધાનસભા અને મહાનગરપાલિકાની ચૂટણીમાં મતદાનના દિવસે ભાજપના ચૂટણી કાર્યાલયમા છેલ્લે સુધી સક્રિય
- રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના વિવિધ આયામો સાથે અને વિશ્વ હિન્દુ પરિષદમા સક્રીય રીતે જોડાયેલા
- સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્સચેન્જમાં પાચ વર્ષ સુધી (પી.આર.) ડાયરેક્ટર તરીકે જવાબદારી સભાળી છે
- રાજકોટ મહાપાલિકાના સિનિયર લીગલ એડવાઈઝર તરીકે, જીવન કોમર્શિયલ બેન્કસ સહિત અનેકવિધ સસ્થાઓમા એડવોકેટ તરીકે કાર્યરત
- રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જીવદયાની પ્રવૃત્તિ કરતી અનેકવિધ સસ્થાઓ સાથે સક્રીય રીતે જોડાયેલા છે
- કરુણા ફાઉન્ડેશન સચાલિત એનીમલ હેલ્પલાઈન, શ્રીજી ગૌશાળા, રાજકોટ, જસદણ, ગોંડલ અને વીંછીયાની પાંજરાપોળમાં માનદ કાયદાકીય સલાહકાર
- વિવિધ જૈન સંસ્થાઓ અજરામર ઉપાશ્રય, નવકારમંડલ, વૈશાલીનગર દેરાસર, ગોડલ સ્થાનકવાસી જૈન સઘ સરિતની સસ્થાઓમા સક્રિય
- સમર્પણ ટ્રસ્ટ સચાલિત ઢોલરા સ્થિત “દીકરાનું ઘર” વૃધ્ધાશ્રમ તેમજ સદ્ભાવના ટ્રસ્ટ સચાલિત વૃધ્ધાશ્રમ સાથે સક્રિય રીતે જોડાયેલા.
રાજકોટ: શું ગમે અને શું ન ગમે
કમલેશભાઈ કહે છે કે રાજકોટમા રસ્તા સારા છે, શૈક્ષણિક સુવિધા સારી છે, તબીબી સુવિધા અવ્વલ છે, ઓદ્યોગિક વિકાસ સારો છે અને શહેરના બાગ-બગીચા પણ સારા છે. આ બધી સુવિધા જોતા રાજકોટ રહેવા માટે શ્રેષ્ઠ શહેર છે પણ અહી ફૂટપાથ ઉપર થયેલુ દબાણ અને લોકોની ઢંગધડા વગરની ટ્રાફિક સેન્સ જરા પણ પસદ નથી. વાહન લઈને નીકળેલા લોકોમા ધીરજનો જ અભાવ છે અને બસ મારે બધાથી આગળ નીકળી જવુ છે તેવી માનસિકતા સાથે ટ્રાફિક માટે પ્રશ્નો ઉભા કરે છે.
ફેમિલી માટે સમય કાઢવો અઘરો બની જાય છે
વકીલાતનો વ્યવસાય એવો છે કે તમારે ચોવીસેય કલાક સમર્પિત કરવી પડે. ગમે ત્યારે પોલીસનો સપર્ક કરવો પડે, સામાજિક કાર્યોમાં જવુ પડે..આ બધા કારણોસર પરિવાર માટે સમય ફાળવી શકાતો નથી. જો કે, આ બાબત પરિવારજનો બરાબર સમજે છે અને તેથી કોઈ દિવસ કોઈ ફરિયાદ કરી નથી. હા, કમલેશભાઈ પરિવાર સાથે ધાર્મિક કાર્યોમાં સમય કાઢી લ્યે છે. આ સિવાય ગુરુ ભગવંતોનાં પગલા કરાવવાના હોય કે તેમના દર્શને જવાનુ હોય તો અચૂક જાય છે.