Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રેસકોર્સમાં “રામનામ”આહુતિ: ઇકો ફ્રેન્ડલી યજ્ઞમાં શુભ ઉર્જાનું આવરણ

Thu, November 21 2024

પૂ.મોરારિબાપુની કથા પૂર્વે દેવોને આહવાન કરવા 108 કુંડ યજ્ઞ સંપન્ન: કલેકટર દંપતી સહિત 216 દાતાયુગલોએ આપી આહુતિ: દુબઈ,મસ્કત સહિત દેશ વિદેશથી સદભાવનાના દાતાઓ-સહયોગીઓ યજમાનપદે બિરાજ્યા: ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી યજ્ઞ દીપી ઉઠ્યો

રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમના વડિલો અને વૃક્ષોના લાભાર્થે આગામી તા.23મીથી યોજાનારી પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથા પૂર્વે આજે દેવોને આહવાન કરવા વૈદિક મંત્રોચ્ચાર સાથે 108 કુંડ માનસ સદભાવના યજ્ઞ દિવ્ય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” માં દેવતાઓને આહવાન આપવા રેસકોર્સ મેદાન ખાતે યજ્ઞ યોજાયો હતો, દરેક કુંડ પર એક એમ કુલ 108 ઉપાચાર્યો એ યજ્ઞ કરાવ્યો હતો.યજ્ઞમાં વિદ્વાન બ્રહ્મદેવતાઓ શાસ્ત્રોક્ત વિધિથી “શ્રી રામ નામની” આહુતિઓ અર્પણ કરી હતી, ઉપરાંત જેને સદબુધ્ધિનો મહામંત્ર માનવામાં આવે છે તે ગાયત્રી મંત્ર તથા મહામૃત્યુંજય મંત્ર, ગણેશ મંત્ર અનેલક્ષ્મી મંત્રો સાથે સમગ્ર રેસકોર્સ મેદાનમાં એક શુભ ઉર્જા અને આવરણ સર્જાયું હતું. આ પવિત્ર આવરણ માત્ર રેસકોર્સ મેદાન જ નહીં પણ સમગ્ર રાજકોટના આકાશને પવિત્ર ઊર્જાથી ભરી દીધું. સમગ્ર વૈદિક પરંપરા સાથે આ યજ્ઞોથી રેસકોર્સ મેદાનમાં ઋષિ સંસ્કૃતિના દર્શનની પણ ઝાંખી થઇ હતી.


દરેક કુંડ પર 2 યજમાન દંપતી એટલે કે 216 યજમાન દંપતીએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના બહેનોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આહુતિ આપી દેવોને આહવાન કર્યું હતું.આ યજ્ઞની વિશેષતા એ રહી કે યજ્ઞ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હોય એમાં ક્યાંય પર્યાવરણને નુકસાન કરે એવી પ્લાસ્ટિક સહિતની કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ઉપરાંત યજમાન દંપતીઓને પણ રીસાઈકલેબલ મટિરિયલ એટલે કે કાગળ અને કાપડની બેગ વગેરે આપવામાં આવ્યું હતું


યજ્ઞમાં સહભાગી થવા દુબઈ,મસ્કત સહિત વિશ્વભરમાંથી સદભાવનાના દાતાઓ અને શુભેચ્છકો પધાર્યા હતા તો રાજકોટ જિલ્લા કલેક્ટર પણ યજ્ઞમાં યજમાનપદે રહ્યા હતા. દરેક યજમાનોને આગલે દિવસે જ ધોતી,ખેસ સહિતની કીટ પહોંચાડી દેવામાં આવી હતી.પુરુષ યજમાનો ધોતી કુર્તા સાથે પરંપરાગત વસ્ત્રોમાં યજ્ઞમાં બેઠા હતા. યજમાન દંપતીઓને યજ્ઞની પ્રસાદી રૂપે તાંબાનું તરભાણું પંચપાત્ર સહિતનો સેટ,રુદ્રાક્ષની માળા અને પૂજનમાં રાખેલી સોપારી અર્પણ કરવામાં આવી હતી રેસકોર્સના મેદાનમાં માનસ સદભાવના યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચારને કારણે દિવ્ય ઊર્જામય વાતાવરણનું નિર્માણ થયું હતું.


“માનસ સદભાવના યજ્ઞ” સમિતિના ઉમેશભાઈ માલાણી [ માલાણી કંસ્ટ્ર.] , ડી. કે. પટેલ [ ચાર્ટડ એકાઉન્ટન્ટ], અમર ભાલોડીયા [ગેલેકસી ગ્રુપ, એસ. એન. કે. સ્કૂલ , રાજકોટ], પ્રતિક ડઢાણિયા [આર્કિટેક્ટ] હરિશ રાણપરા [ચાર્ટડ એકાઉન્ટન્ટ] સહિતના મહાનુભાવોએ યજ્ઞને દિવ્યાતિદિવ્ય બનાવવા જહેમત ઉઠાવી હતી.

Share Article

Other Articles

Previous

 Royal Enfield Goan Classic 350 : કિલર લુક સાથે આવી રોયલ એનફિલ્ડની નવી બોબર બાઇક, જાણો ધમાકેદાર ફીચર્સ અને કિંમત વિશે

Next

વિકાસના અવરોધતા પરિબળો દૂર કરવા આજથી સોમનાથમાં ચિંતન શિબિર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
પાન મસાલાની જાહેરાત પર ફરી વિવાદ: ગ્રાહક અદાલતે સલમાન ખાનને ફટકારી નોટિસ, ભાઈજાન પાસે માગ્યો જવાબ
11 કલાક પહેલા
બુકિંગના 48 કલાકની અંદર ફ્લાઇટની ટિકિટ થશે કેન્સલ: રિફંડ મળશે, DGCA ના નવા નિયમોથી મુસાફરોને થશે ફાયદો  
11 કલાક પહેલા
VIDEO : છત્તીસગઢના બિલાસપુર રેલવે સ્ટેશન પાસે માલગાડી-પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર : 6ના મોત, અનેક યાત્રિકો ઘાયલ, રેલ માર્ગ ઠપ
11 કલાક પહેલા
હું માત્ર જીવિત છું…અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમારને ગંભીર બીમારી, જાણો શું છે તેના લક્ષણ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2623 Posts

Related Posts

Son of Sardaar 2નું શુટિંગ શરુ…12 વર્ષ બાદ ફરી અજય દેવગણ સરદારજીના રોલમાં જોવા મળશે
Entertainment
1 વર્ષ પહેલા
વિદ્યાર્થીએ ક્રિકેટ રમતી વખતે ઠંડુ પાણી પીધું અને મૃત્યુ પામ્યો
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટમાં થોડા થોડા અંતરે અને અર્થ વગરના સ્પીડ બ્રેકર !!
રાજકોટ
11 મહિના પહેલા
લેબેનોનમાં પેજર ધડાકાઓમાં બુડાપોસ્ટની એક મહિલાનું અને મૂળ કેરળના યુવાનનું નામ બહાર આવ્યું
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર