જામનગરના બજરંગપુરના પિતરાઇ ભાઈ-બહેનનો પ્રેમપ્રકરણમાં સજોડે આપઘાત
યુવતીની સગાઈ થઈ જતાં બંને ઘરથી ભાગી સજોડે ઝેરી દવા પી લેતા બંનેના મોત
જામનગર નજીક બજરંગપુર ગામે રહેતા પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે બંધાયેલ પ્રેમ સબંધનો કરૂણ અંજામ આવ્યો હતો બન્નેએ ભરતપુર ગામે રામ મંદિર પાસે સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
ઉંડ નદીના કાંઠે આવેલ રામાપીરના મંદિર પાસેથી એક યુવક-યુવતી બેભાન હાલતમાં મળી આવ્યા બાદ બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. પોલીસની તપાસમાં બન્ને પિતરાઇ ભાઈ-બહેન હોવાનું જાણવા મળ્યું હતું. જામનગરના બજરંગપૂર ગામે રહેતી સુધાબેન કાનજી સવાસડિયા (ઉ.વ.19) અને તેના પિતરાઈભાઈ અજય ભૂપતભાઈ સવાસડિયા (ઉ.વ.25) હોવાનું ખૂલ્યું હતું પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે પ્રેમ સબંધ પાંગર્યો હતો. ત્રણેક માસ પહેલા સુધાની ધ્રોલ તાલુકાના કારંભડી ગામે સગાઈ કરી નાખવામાં આવી હતી. એન લગ્નની ઘડીઓ ગણાતી હતી. જેના કારણે બંનેને પરિવાર ભેગા થવા નહિ ડે તેવી શંકાએ ઘરેથી નિકળી ગયેલ પ્રેમી યુગલે ભરતપુર ગામે સજોડે ઝેરી દવા ગટગટાવી હોવાનું જાણવા મળ્યું હતું. સારવાર દરમિયા પ્રેમી યુગલે વારાફરથી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.