અકસ્માત વળતરના કેસમાં મૃતકના વારસદારોને 47 ચૂકવવા કોર્ટનો હુકમ
વર્ષ 2021માં કાલાવડ રોડ પર કોટેચા સર્કલ પાસે કાર ચાલકે બાઇક અડફેટે લેતાં હોસ્પિટલ કર્મચારીનું મોત નિપજ્યું ‘તું
શહેના કાલાવડ રોડ પર કોટેચા સર્કલ પાસે વર્ષ 2021 માં કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં ખાનગી હોસ્પિટલમાં કર્મચારીનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ કરેલ વળતર અંગેનો દાવો મંજૂર કરીને વીમા કંપનીને રૂ.47 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.
વિગત મુજબ, શહેરમાં રહેતો અને ખાનગી હોસ્પિટલ માં લેબ ટેક્નિશિયલ તરીકે ફરજ બજાવતા કરણ અનિલભાઈ પરમાર નામનો યુવાન પોતાનું બાઇક લઇને કોટેચા ચોકથી કાલાવડ રોડ તરફ જઈ રહ્યો હતો ત્યારે બ્રીજ પાસે પહોંચ્યો ત્યારે જીજે 3 એચ એ 42 87 નંબરની કારે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં કરણ પરમારનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં મૃતકના વારસોએ અદાલત સમક્ષ વળતર મેળવવા અરજી કરી હતી.
જે અરજી ચાલવા ઉપર આવતા કાર ની વિમા કંપની દ્વારા પોતાનો બચાવ રજુ કરવામાં આવેલો કે કાર ના ચાલક ની બેદરકારી ન હતી. અકસ્માતમા બન્ને વાહનો સામ-સામે ભટકાયેલ હોય તથા ગુજરનારે હેલમેટ પહેરેલ ન હોય જેથી ગુજરનાર ની બેદરકારી ન્યાયીક ગણાય તથા ગુજરનાર ની માત્ર બેઝ ઈન્કમ ધ્યાને લેવી જોઈએ. આઈ.ટી. રીટર્ન મુજબ આવક ધ્યાને ન લેવા દલીલો કરવામા આવેલી હતી. ગુજરનારના વકીલ દ્વારા કરવામા આવેલી દલીલો તથા અરજદારના પક્ષમાં રજુ રાખેલ દસ્તાવેજી પુરાવા અને દલીલો તેમજ ઉચ્ચ તથા સર્વોચ્ચ ન્યાયાલયો ના વીવીધ ચુકાદાઓ ધ્યાને લઈ અદાલતે મૃતકના પરિવાર વતી રાજકોટના સિનિયર એડવોકેટ રાજેશ આર. મહેતા અને રૂદ્ર એ. ભટ્ટ રોકાયેલ હતા