કોર્પોરેશને 13 દિવસમાં 76 રેંકડી અને 1936 બોર્ડ-બેનર જપ્ત કર્યા
દબાણ હટાવ વિભાગે 2.87 લાખનો વહીવટી ચાર્જ વસુલ્યો
રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. ૨૭/૧૧/૨૦૨૪ થી ૦૯/૧૨/૨૦૨૪ દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરી રૂપિયા ૨,૨૯,૨૩૦નો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો.
દબાણ હટાવ શાખાએ મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂપ ૭૬ રેકડી-કેબીન જપ્ત કરવાની સાથે રૈયાધાર, જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,પારેવડી ચોક,પાંજરાપોળ હોકર્સ ઝોન,પેડક રોડ,કુવાડવા રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય ૬૨૦ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરી હતી.
આ ઉપરાંત જંક્શન રોડ,જ્યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી ૪૨૩૧ કિલો શાકભાજી/ફળ જપ્ત કરી કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડસોરથીયાવાડી પાસે થી રૂ.૫૮,૭૫૦/- મંડપ કમાન છાજલી ભાડુ પણ વસુલ કર્યું હતું. સાથે જ સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૨,૨૯,૨૩૦/- વહિવટી ચાર્જ વસુલ કરી કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી,સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, પરથી ૧૯૩૬ બોર્ડ-બેનર જપ્ત કરેલા હતા.