ભારતમાં 2 લાખ નકલી આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ
સુરતમાં નકલી દસ્તાવેજના આધારે બેન્ક માંથી રૂ. 92.57 લાખની લોન લીધાનો ભાંડો ફૂટ્યો
આર્થિક ગુન્હા નિવારણ શાખાના એસીપી વિરજીતસિંહ પરમારને ટીમની કામગીરી
સુરત આર્થિક ગુન્હા નિવારણ શાખાએ નકલી આધારકાર્ડ,પાનકાર્ડ,ચુંટણીકાર્ડ,જન્મ અને મરણપ્રમાણપત્ર તેમજ આયુષમાન કાર્ડ જેવા ભારતીય નાગરિક તરીકેના આવશ્યક ઓળખના બનાવટી પુરાવાઓ બનાવીદેશની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા કરનારા ટોળકીના મુખ્ય બે સુત્રધારોને રાજસ્થાન અને યુ.પીથી ઝડપી લઈ રાષ્ટ્રવ્યાપી ગુનાનો પર્દાફાશ કર્યો છે. આ બન્ને શખ્સોએ સમગ્ર ભારતમાં 2 લાખ જેટલા નકલી આધારકાર્ડ,પાનકાર્ડ,ચુંટણીકાર્ડ,જન્મપ્રમાણપત્ર બનાવ્યાનો ઇકો સેલની તપાસમાં પર્દાફાશ થયો હતો. આ બનાવટી દસ્તાવેજનો દેશ વિરોધી પ્રવૃત્તિઓ દુરૂપયોગ થયાની શંકા છે જે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતની એચડીએફસી બેન્કમાં કેટલાક લોન ધારકોએ ખોટા આઘાર કાર્ડ, પાનકાર્ડ, રહેઠાણનુ ખોટુ સરનામુ તથા તેઓ કોઇ કંપનીમાં નોકરી કરતા ન હોવા છતા તે કંપનીની બોગસ સેલેરી સ્લીપો રજુ કરી લોન લઈ બેન્કમાં લોનના હપ્તા નહીં ભરી રૂ.૯૨,૫૭,૨૫૧ની છેતરપિંડી કરી હોય આ અંગેની ફરિયાદ ઇન્વેસ્ટીગેશન મેનેજર સુરતના અશોકભાઇ મણીલાલ પીપરોડીયાએ કરી હતી. આ બનાવની ગંભીરતા સમજી સુરત પોલીસ કમિશનર અજય તોમરે આ અંગેની તપાસ આર્થિક ગુન્હા નિવારણ શાખાને સોંપી હતી. અધિક પોલીસ કમિશ્નરક્રાઇમ શરદ સિંઘલ,ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રૂપલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ઇકો સેલના એસીપી વિરજીતસીંહ પરમાર અને તેમની ટીમે આ અંગે ટેકનીકલ સોર્સથી માહિતી મેળવી ઉંડાણપુર્વકની તપાસ કરતા દેશના આ રાષ્ટ્રવ્યાપી ગુનાનો પર્દાફાશ કર્યો હતો.
આ ગુન્હામાં બિહારના પ્રિન્સ હેમંતકુમાર પ્રસાદ, રાજસ્થાનના પૃથ્વીસીંગ બજરંગસીંગ રાઠોડ,ઉતરપ્રદેશના અબુસાદ જાવેદ ખાન,સુરતના સુફીયાન મુબીદ મલેક, હમીરપુરના રામસ્વરૂપ છન્નુલાલ લોઘી અને તાપીના મુકેશભાઇ ભીંમસીંગભાઇ ચૌઘરીની ધરપકડ કર્યા બાદ તપાસ કરતાં માસ્ટર માઇન્ડ રાજસ્થાનના શ્રી ગંગાનગરનો સોમનાથ પ્રમોદકુમારને બિહારથી અને ઉતરપ્રદેશના પ્રેમવીરસીંગ ધરમવિરસિંગ ઠાકુરની પુછપરછ કરતાં બન્ને શખ્સોએ ખોટા અધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ વિગેરે બનાવવા સારૂ PREMSINGHPANEL.XYZ નામની વેબ સાઇટ બનાવડાવી તે વેબસાઇટ સાથે પોતાના એક્સીસ બેંકના ખાતાઓ જોડી તે વેબસાઇટનો ઉપયોગ કરનાર લોકો પાસે ખોટા અધાર કાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ વિગેરે બનાવવા સારૂ પોતાની બનાવેલ વેબસાઇટમાં યુઝરઆઇડી/પાસવર્ડ માટે રૂ.૧૯૯ જેટલો ચાર્જ તેમજ એક ખોટા ડોક્યુમેન્ટદીઠ રૂ.૧૫, રૂ.૨૫,રૂ.૫૦ ચાર્જ ઓનલાઇન પોતાના એકાઉન્ટોમાં મેળવી તેના બદલામાં બનાવટી ઓળખના પુરાવા બનાવી આપતા હોવાનું કબૂલ્યું હતું. બન્ને શખ્સોના અને તેના પરિવારના બેન્કમાજમા થયેલી કુલ ૨૫ લાખ જેટલી રકમ ફ્રીજ કરવામાં આવી હતી.
સોમનાથે રૂ.૨૦૦૦૦માં PREMSINGHPANEL.XYZ નામની વેબસાઇટ બનાવડાવેલ હતી છે. બન્ને શખ્સો દ્વારા ઓપરેટ થતી વેબસાઇટના ડેટાનું આંકલન કરતા અત્યાર સુધીમાં આશરે ૨ લાખ જેટલા ઓળખપત્રોઆધારકાર્ડ,પાનકાર્ડ,ચુંટણીકાર્ડ,જન્મ,મરણના દાખલા વિગેરે બનાવેલ હોવાની ચોંકાવનારી માહિતી ઇકો સેલને મળી હતી.
વેબસાઇટ પર પ્રફોર્મામાં એડીટીંગ કરી નકલી ડોક્યુમેન્ટ તૈયાર થતા
સોમનાથને બનાવટી આધારકાર્ડ,પાનકાર્ડ,ચુંટણીકાર્ડ,જન્મ,મરણના દાખલા કેવી રીતે બનાવે છે? બાબતે પુછતા તેણે પોલીસને જનવાયું કે, ઓનલાઇન વેબસાઇટ પર પ્રફોર્મામાં એડીટીંગ કરી આધારકાર્ડ,આયુષ્યમાનકાર્ડ,પાનકાર્ડ,ચુંટણીકાર્ડ,ડ્રાયવિંગ લાયસન્સ, જેવા બનાવટી ડોક્યુમેન્ટો બનાવતો હતો જેના માટે પોતે ભારતભરમાં ફેલાયેલ લોકો પાસેથી રજીસ્ટ્રેશન પેટે રૂ.૧૯૯ જેટલી રકમ પોતાના ખાતામા મેળવતો હતો. રૂ.૧૯૯ નું રીચાર્જ કર્યા પછી તેઓ આધારકાર્ડ,પાનકાર્ડ,આયુષ્યમાન કાર્ડ,ચુંટણી કાર્ડ,બર્થ સર્ટીફીકેટ વિગેરેની પ્રીન્ટ કાઢવા સારૂ આરોપી સોમનાથના ખાતામા રૂ.૧૫, રૂ.૨૫, રૂ.૫૦ જેવા નાણા ઓનલાઇન ટ્રાન્સફર કરાવતો હતો.આધારકાર્ડ,પાનકાર્ડ, ચુંટણીકાર્ડ,જન્મ-મરણના દાખલાઓ સમગ્ર ભારત દેશમાં આરોપીઓ દ્વારા બનાવટી ઓળખના પુરાવાઓ બનાવી આપવાના દેશવ્યાપી ષડયંત્રનો ઇકો સેલે પર્દાફાશ કર્યો હતો.
ભારતમાં પ્રથમ વખત મોટા ષડયંત્રનો પર્દાફાશ
સુરત આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા ભારતમાં અગત્યના દસ્તાવેજો એવા આધારકાર્ડ,પાનકાર્ડ,ચુંટણીકાર્ડ,જન્મના દાખલા વિગેરે જેવા અતી મહત્વના ઓળખના પુરાવાઓ સાથે ચેડા કરી બનાવતી ઓળખના પુરાવાઓ ઉભા કરી દેશની સુરક્ષા સામે પ્રશ્નાર્થો ઉભા કરનાર ભારતમાં પ્રથમ કહી શકાય તેવા આ ગુનાના ષડયંત્રનો પર્દાફાશ કરી દેશની સુરક્ષામાં ભાંગફોડ કરનાર તત્વોને ઝડપી પાડયા હતા. ઇકોનોમીક ઓફેન્સ સેલના એસપી વિરજીતસિંહ પરમાર અને તેમની ટીમે રાજસ્થાનના શ્રી ગંગાનગર ખાતેથી ઓપરેટ થતાં રેકેટના મુખ્ય સુત્રધારને મુદામાલ સાથે તેમજ ઉન્નાવ (યુ.પી.) ખાતેથી સૂત્રધારને પકડી પાડી દેશહીતમાં અગ્રગણ્ય કહી શકાય તે પ્રકારની કામગીરી કરી મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવેલ છે.