રાજકોટમાં બે દિવસથી છવાયું વાદળછાયું વાતાવરણ
આગામી દિવસોમાં તાપમાન ઉચકાવાની હવામાન વિભાગે કરી આગાહી
રાજકોટમાં છેલ્લા બે દિવસથી ધાબડિયું વાતાવરણ રહ્યા કરે છે. જેના કારણે શહેરીજનોને અસહ્ય ગરમીમાં રાહત મળી છે. તો બીજી તરફ લઘુતમ તાપમાન ૨૩ ડિગ્રીએ પહોંચતા રાત્રિના સમયે ઠંડક અનુભવાઈ રહી છે. આ વચ્ચે હવામન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, રાજ્યમાં તાપમાનનો પારો ફરી ઉચકાઈ શેક છે.
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યા કરતાં હોય લોકોને દિવસે ગરમીમાં રાહત મળી છે. બુધવારે મહત્તમ તાપમાન ૩૮.૭ ડિગ્રી નોંધ્યું હતું. જેના કારણે બપોરના સમયે તાપ અનુભવાયો હતો. જો કે, ગુરુવારે ફરી તાપમાન ગગડયું હતું અને તાપમાનનો પારો ૩૭ ડિગ્રીએ પહોંચ્યો હતો.
આ વચ્ચે હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું હતું કે, રાજ્યમાં ગરમીનો પારો ઉચકાવાની શક્યતા છે. કેટલાક શહેરોમાં તાપમાન ૧ થી ૨ ડિગ્રી ઉચકાઈ શેક છે. જેની સાથે ફરી એકવાર મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી શકે છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. સાથે કેટલાક જિલ્લાઓમાં છાંટા પણ પડી શેક છે.