રાજકોટનાં આકાશમાં વાદળાનો જમાવડો : રાજ્યના અનેક વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ
રાજુલા, બગસરા, ખાંભા, ખંભાળિયા, બાલાસિનોર , દાહોદમાં વરસાદથી લોકો ગેલમાં , ખેડૂતોમાં ખુશીની લહેર
હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. રાજકોટમાં સમી સાંજે આકાશ ગોરંભાયું હતું અને વરસાદી માહોલ ઉભો થયો હતો. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમા વરસાદનું આગમન થયું છે. સાવરકુંડલા શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ગ્રામ્યના મોલડી ધીમીધારે વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી હતી. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
રાજુલા શહેરમાં આજે બીજા દિવસે ધોધમાર વરસાદનું આગમન થયું છે. રાજુલા શહેરમાં દોઢ માસ બાદ લાંબા વિરામ બાદ બીજા દિવસે વરસાદ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન ખેડૂોતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ખાંભાના ડેડાણ, રાયડીપાટી, મુંજીયાસર, જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
લાંબા વિરામબાદ બગસરામાં પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. મોટા મુંજીયાસર,નાના મુંજીયાસર,માણેકવાળા ગામોમાં વરસાદી માહોલ છવાયો છે. દ્વારકા જિલ્લા મથક ખંભાળિયા શહેરમાં લાંબા સમયના વિરામ પછી ધીમીધારે વરસાદનું આગમન થયું છે. ધીમીધારે વરસાદથી રસ્તાઓ પાણી વહેતા થયા છે તથા ખેડૂતોને મગફળીના તથા કપાસના પાકમાં ખૂબ રાહતના સમાચાર મળ્યા છે. અસહ્ય ગરમી બફારા બાદ શિનોરમાં ધીમીધારે વરસાદ શરુ થયો છે. શિનોર પંથકમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરાના શિનોરમાં ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થતા ઠંડકપ્રસરી છે.દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છાપરી,રાબડાલ, ગલાલીયાવાડ, રામપુરા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
૧૬, ૧૭ અને ૧૮ ત્રણ દિવસ માટે આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16-17-18 ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 16 તારીખે વલસાડ અને દમણ,દાદરા નગરમાં હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. છોટા ઉદેપુર,નર્મદા,ડાંગ,નવસારી અને તાપીના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી અને દમણ, દાદરા નગરમાંમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી. અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી , આણંદ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.