ગોંડલરોડ ચોકડી પાસે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો વચ્ચે મારામારી
બન્નેએ સામે સામે પોલીસ ફારીયાદ નોંધાવી,
રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો વચ્ચે પેસેન્જરને બેસાડવા બાબતે ચાલતી માથાકૂટમાં ગોંડલ ચોકડી પાસે માતૃ કૃપા અને પિતૃ કૃપા ટ્રાવેલ્સના સંચાલક વચ્ચે મારામારી અને સામા સામી હુમલો કરતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
શિવનગરમાં રહેતા અને પિતૃ કૃપા ટ્રાવેલ્સ નામે ધંધો કરતા વિજયસિંહ ભરતસિંહ જાડેજા(ઉ.વ.૪૫)એમાતૃ કૃપા વાળા ઇન્દુભા જાડેજા,મેહુલસિંહ જાડેજા,રાહુલસિંહ જાડેજા અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.વિજયસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતાની ટ્રાવેલ્સ રાજકોટ થી પોરબંદર રૂટ ઉપર ચાલે છે, ત્યારે સ્ટાફના લક્કીરાજસિંહ ગોહિલ,બ્રિજરાજસિંહ ગોહિલ પેસેન્જરને ઓફિસે બેસવાનું કહેતા હતા ત્યારે બાજુમાં જ માતૃ કૃપા ટ્રાવેલ્સની ઓફિસે કામ કરતા ઇન્દુભા,મેહુલ સિંહ,રાહુલસિંહ અને બે અજાણ્યા શખ્સોએ માથાકૂટ શરૂ કરી માથકૂટ કરી હતી અને હુમલો કર્યો હતો વિજયસિંહ બનાવ વખતે બ્રિજરાજસિંહને બચાવવા જતા તેઓને પણ માર મારવામાં આવ્યો હતો
બીજી વળતી ફરિયાદમાં ગોંડલરહેતા ઇન્દ્રજીતસિંહ પ્રવીણસિંહ જાડેજા(ઉ.વ.૩૨)એ વિજયસિંહજાડેજા,લંગડો નામનો માણસ અને લક્કીરાજસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી.ઇન્દ્રજીતસિંહ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ટીકીટનું બુકિંગ કરતા હતા ત્યારે બાજુમાં પિતૃ કૃપા ટ્રાવેલ્સ નામે ઓફિસ ધરાવતા વિજયસિંહ જાડેજા,અબ્દુલ અને લકીરાજસિંહ ગોહિલ સહિતના સહિતના લોકો સ્ટાફના કાનાભાઈ સાથે માથાકૂટ કરી હતી અને અમારી ટ્રાવેલ્સ બસો પણ તમે અહીંઉભી રહેવા દેતા નથી અને પેસેન્જર પણ ભરવા દેતા નથી હવે પછી આવું કરશો તો તમને જાનથી મારી નાખીશું. તેમ કહી મારામારી કરી હતી. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે,અગાઉ પિતૃ કૃપાના વિજયસિંહ જાડેજાની બસની કોઈએ ચોરી કર્યા બાદ કુવાડવા પાસે સળગાવી દેવામાં આવી હતી.આ બનાવમાં તેમણે માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકો વિરુદ્ધ રજુઆત પણ કરાઈ હતી. આ બનાવમાં આજીડેમ પોલીસે બંને પક્ષની સામા સામી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.