કોઈના પર નિર્ભર રહેવાને બદલે નોકરી પસદ કરી: હિનાબા જાડેજા
આજે મહિલાઓ સ્ટાર્ટઅપ, બિઝનેશ, સરકારી નોરીઓમાં ઉચ્ચપદ ઉપરાત રાજકીય ક્ષેત્રે પણ મોખરાનું સ્થાન ધરાવે છે જ્યારે અંતરિક્ષમાં ઉડાન ભરી રહી છે. ત્યારે આજે તમને રાજકોટ જિલ્લા પચાયતમા ફરજ બજાવતા કર્મચારીની વાત કરવી છે જે પણ બને વિકલાગ છે. તેમનુ નામ છે હિનાબા જાડેજા.
જિલ્લા પચાયતમા ફરજ બજાવતા એક કર્મચારી છે કે જેઓ ૮૦ વિકલાગ છે અને છેલ્લા ૧૦ વર્ષથી મહેકમ શાખામા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમનુ નામ છે જાડેજા હિનાબા. હિનાબાએ પોતાના સઘર્ષ વિષે `વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમા કહ્યુ હતુ કે, નાની વયે તાવ આવ્યા બાદ બને પગમા અસર થઈ અને તેઓના પગ કામ કરતા બધ થઈ ગયા. પરતુ હુ હમેશા કઈક અલગ કરવા માગતી હતી. ઘરે બેસી રહેવાને બદલે હુ પોતે જ કામ કરુ અને પગભર બનુ એવુ વિચારતી હતી. આ માટે મે કોમ્પ્યુટર ક્લાસ કર્યા. બાદમા મારી ફ્રેન્ડ સાથે વાત વાતમા જ જિલ્લા પચાયતમા નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા આવી. જેમા હુ પાસ થઈ ગઈ. આજે હુ છેલ્લા ૧૦ વર્ષથી કોંપ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવી રહી છું.
મારા પિતા એસટીમા ફરજ બજાવતા હતા. આમ તો મારે નોકરી કરવાની જરૂર ન હતી. પરતુ કોઈના પર નિર્ભર રહેવાને બદલે મે જાતે પગભર થવા નોકરી શરૂ કરી. હુ આજે ૮૦ ટકા વિકલાગ છુ. મારા બને પગ ૮૦ ટકા કામ નથી કરતા તેમ છતા હુ મારુ થ્રી-વ્હીલ લઈને જાતે જ ઓફિસે આવુ છે. જ્યારે ઘણુ તમામ કામ પણ કરી શકું છે. અન્ય મહિલાઓને સદેશ આપતા કહ્યુ કે, મહિલાઓએ કોઈ પણ પરિસ્થિતિમા હિમત ન હારવી જોઈએ. કોઈ પર નિર્ભર ન રહેવુ જોઈએ.