કચરીયું-લાડુ-ચીકીની ૧૦ દુકાનમાં ચેકિંગ, પાંચ નમૂના લેતી મહાપાલિકા
જો કે ભેળસેળ છે કે નહીં તેની ખબર સંક્રાત પછી ખબર પડશે !
મકરસંક્રાંતિનો તહેવાર એકદમ નજીક આવી ગયો છે ત્યારે આ પર્વમાં હજારો કિલો ચીકી, તલ-મમરાના લાડું, કચરીયું ખવાઈ જતાં હોય આ વર્ષે કોઈ પ્રકારની ભેળસેળ ન થાય તે માટે મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ચીકી સહિતનું વેચાણ કરતી ૧૦ દુકાનોમાં ચેકિંગ કરીને પાંચ સ્થળેની નમૂના લેવામાં આવ્યા હતા.

જ્યાં ચેકિંગ કરાયું હતું તેમાં પારેવડી ચોકમાં મોમાઈ ચીકી, શિવ ચીકી, જય બજરંગ ચીકી, જય સીયારામ ચીકી, જય જલારામ ચીકી, પાર્થ ચીકી, જય શંકર ચીકી, સહકાર મેઈન રોડ પર ક્રિષ્ના સીઝન સ્ટોર, સંતોષ સીઝન સ્ટોર અને સોનલ સીઝન સ્ટોરનો સમાવેશ થાય છે.
આ પૈકી મોમાઈ ચીકીમાંથી તલનું કચરીયું, શિવ ચીકીમાંથી તલની ચીકી, જય બજરંગ લાઈવ ચીકીમાંથી સિંગચીકી, જય સીયારામ ચીકીમાંથી રાજગરાના લાડુ અને પાર્થ ચીકીમાંથી ચીકીના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા. જો કે કોઈ ભેળસેળ છે કે કેમ તેનો ખ્યાલ તો ઉતરાયણ પછી જ આવશે !