રાજકેાટ જિલ્લાના સસ્તા અનાજના 10 વેપારીઓને નકલી થંબ ઇમ્પ્રેશન પ્રકરણમાં ૪૧ લાખનેા દંડ
સસ્તા અનાજની દુકાનનેા ફાઇલ ફેાટેા મૂકવેા
કલેક્ટર સમક્ષ કેસ ચાલી જતા વેપારીઓને દંડની રકમ જ્યાં સુધી ન ભરે ત્યાં સુધી લાઇસન્સ ન આપવા આદેશ
કાર્ડ ધારકેાને મળવા પાત્ર લાખેાનું અનાજ વેપારીઓએ બેાગસ ફિંગર પ્રિન્ટની ઈમેજ દર્શાવી કાળા બજારમાં વેચી દીધું હતું
રાજકેાટ શહેર તેમજ જિલ્લાના એક ડઝન કરતા પણ વધુ સસ્તા અનાજના વેપારીઓ દ્વારા ત્રણેક વર્ષ પૂર્વે રબરની નકલી થંબ ઇમ્પ્રેશન તૈયાર કરી કાર્ડ ધારકેાના ભાગનું લાખેા રૂપિયાનું અનાજ હડપ કરી ગયાના ચકચારી પ્રકરણમાં કલેકટર પ્રભવ જોશી સમક્ષ કેસ ચાલી જતાં 10 વેપારીઓને રૂ.41 લાખનેા દંડ ફટકાવવામાં આવ્યેા હતેા. જ્યાં સુધી દંડની રકમ ન ભરે ત્યાં સુધી દુકાનના લાઇસન્સ પણ ન આપવા તેઓ ચુકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યેા છે.
કાર્ડ ધારકેાની બેાગસ થંબ ઇમ્પ્રેશન બનાવી બિલમાં તેને લગાવી લાખેા રૂપિયાનું અનાજ કાળા બજારમાં વેચાઈ ગયું હતું.ઉપરેાક્ત ચકચારી પ્રકરણની તપાસ અમદાવાદ ખાતે સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી હતી અને સાયબર ક્રાઇમની તપાસમાં રાજકેાટ પગેરુ નીકળ્યું હતું. તપાસ દરમિયાન કૌભાંડ આચરવામાં સૌથી વધુ જેતપુર પંથકના વેપારીઓ હેાવાનું બહાર આવ્યું હતું.રાજકેાટ શહેરના કેટલાક મેાટા માથાઓના પણ નકલી થંબ ઇમ્પ્રેશન કૌભાંડમાં નામ ખુલ્યા હતા. જેમાં અમુક વેપારીઓએ રાજકીય વગ વાપરી પેાતાનું નામ કઢાવી લીધું હતું. દરમ્યાન આ ચકચારી બનાવમાં સમગ્ર તપાસનેા રિપેાર્ટ રાજકેાટ કલેકટરને મળ્યા બાદ પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને જેના અનુસંધાને પણ વધુ અનાજના વેપારીઓના લાયસન્સ જે તે વખતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
સસ્તા અનાજના વેપારીઓએ કલેક્ટર સમક્ષ અપીલ કરતાં આ અંગેનેા કેસ ચાલી જતા 10 જેટલા પરવાનેદારેાને રૂ.41 લાખનેા દંડ ફટકારી જ્યાં સુધી તે દંડની રકમ જમા ન કરાવે ત્યાં સુધી દુકાન ન ખેાલવા અને લાયસન્સ શરૂ ન કરવા પણ કલેક્ટરે જણાવ્યું હતું. દંડની રકમ ભરી દીધા બાદ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવશે તેવી પણ તાકીદ કરી હતી. જોકે કલેકટરના ઉપરેાક્ત ચુકાદા બાદ વેપારીઓ પુરવઠા સચિવ સમક્ષ અપીલ કરવા માટે તજવીજ કરી રહ્યા હેાવાનું સસ્તા અનાજ વેપારી વર્તુળેામાંથી જાણવા મળ્યું છે. સમગ્ર પ્રકરણમાં સસ્તા અનાજના વેપારી દ્વારા જેટલા અનાજના જથ્થાની ગરેરીતી કરવામાં આવી હેાય તેના હાલના પ્રવર્તમાન બજાર કિંમત કરતા ડબલ ભાવનેા દંડ વસૂલવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.