ધેા.૧૦માં પ્રથમ ગુજરાતી, ધેા.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ અને સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટનું પેપર લેવાશે
ઓલ ધ બેસ્ટ: આજથી રાજકેાટ જિલ્લાના બેાર્ડના ૮૦,૫૧૦ વિદ્યાર્થીઓની કસેાટી
રાજ્ય સહિત રાજકેાટમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બેાર્ડ દ્વારા આયેાજિત ધેા.10 અને 12ની બેાર્ડની પરીક્ષાનેા આજથી પ્રારંભ થવા જઇ રહ્યેા છે. આજે ધેા.10માં પ્રથમ ભાષાનું પેપર ગુજરાતી વિષય છે. જ્યારે ધેા.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આજે ફિઝિક્સનું પેપર વિદ્યાર્થીઓ આપશે અને ધેા.૧૨ સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટનું પેપર લેવામાં આવશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
વિદ્યાર્થીઓ માટે મહત્વની ગણાતી ધેા.૧૦ અને ૧૨ની બેાર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. આજથી શરૂ થતી બેાર્ડની પરીક્ષામાં રાજકેાટ જિલ્લાના ધેા.૧૦ અને ધેા.૧૨ના કુલ ૮૦,૫૧૦ વિદ્યાર્થી પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ શાંતિ પૂર્ણ વાતાવરણમાં અને ભયમુક્ત પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રેા પર જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આજે ધેા.૧૦ના વિદ્યાર્થીઓ પ્રથમ ભાષાનું પેપર ગુજરાતીની પરીક્ષા આપશે. જેનેા સમય સવારે ૧૦ થી ૧:૩૦નેા રહેશે. જ્યારે ધેા.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં બપેારે ૩ થી ૬ દરમિયાન ફિઝિક્સનું પેપર લેવામાં આવે છે. તેા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ એકાઉન્ટનું પેપર આપશે. રાજકેાટ જિલ્લામાં બેાર્ડની પરીક્ષા માટે ૬૫ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ધેા.૧૦માં ૪૦ કેન્દ્ર અને ધેા.૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૬ જ્યારે સામન્ય પ્રવાહ માટે ૧૯ કેન્દ્રેા ફાળવાયા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રેા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તેા બીજી તરફ વિદ્યાર્થીઓ શાંતિભર્યા માહેાલમાં પરીક્ષા આપી શકે અને કેાઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેાલીસનેા પણ ચુસ્ત બંદેાબસ્ત પણ તૈનાત રહેશે.