રાજકોટથી પસાર થતી ૬ ટ્રેનના સમયમાં ફેરફાર
વેકેશન શરૂ થઈ ચૂક્યું હોય મુસાફરોની સગવડને ધ્યાનમાં રાખી રેલવે દ્વારા રાજકોટથી પસાર થતી ૬ ટ્રેનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.
જે ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે તેમાં ટ્રેન નં.૨૨૯૫૭ (ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ) ગાંધીનગરથી ૨૧:૫૫ની જગ્યાએ ૨૧:૪૫ કલાકે ઉપડીને સુરેન્દ્રનગર રાત્રે ૧૨:૦૧ વાગ્યે, થાન રાત્રે ૧૨:૩૦, વાંકાનેર: ૧૨:૫૮ અને રાજકોટ ૧:૪૫ કલાકે તેમજ ભક્તિનગર ૨:૧૦ વાગ્યે તો વેરાવળ ૫:૪૫ કલાકે પહોંચશે.
આ જ રીતે ટ્રેન નં.૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઈન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગરથી તેના નિર્ધારિત સમય ૧૦:૩૫ને બદલે ૧૦:૩૦ વાગ્યે ઉપડશે. ટ્રેન નં.૨૨૯૫૮ (વેરાવળ-ગાંધીનગર સોમનાથ એક્સપ્રેસ) વેરાવળથી તેના નિર્ધારિત સમયે ૨૧:૫૦ વાગ્યે ઉપડીને રાત્રે ૧:૦૮ વાગ્યે રાજકોટ પહોંચશે. ટ્રેન નં.૧૯૩૧૯ (વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ)ના સમયમાં માત્ર જૂનાગઢ અને રાજકોટ સ્ટેશન ઉપર જ નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારબાદ અન્ય કોઈ સ્ટેશનના સમયમાં ફેરફાર કરાયો નથી. આ ટ્રેન રાત્રે ૨:૧૦ વાગ્યે રાજકોટ પહોંચશે.
ટ્રેન નં.૧૯૨૫૨ ઓખા-સોમનાથ એક્સપ્રેસમાં માત્ર રાજકોટ અને ભક્તિનગર સ્ટેશન ઉપર જ નજીવો ફેરફાર કરાયો છે. આ ટ્રેન રાજકોટ રાત્રે ૧૨:૫૦ વાગ્યે અને ભક્તિનગર ૧:૨૫ વાગ્યે પહોંચશે. ટ્રેન નં.૧૯૨૫૧ સોમનાથ-ઓખા એક્સપ્રેસમાં પણ માત્ર ભક્તિનગર અને રાજકોટ સ્ટેશનો પર જ નજીવો ફેરફાર કરાયો છે. આ ટ્રેન રાત્રે ૨:૧૧ વાગ્યે ભક્તિનગર અને રાત્રે ૨:૪૦ વાગ્યે રાજકોટ પહોંચશે.