રાજકોટ: શાપર-મેટોડામાં આવેલી કંપની અને યુનિટમાં CGST ના દરોડા: 50 લાખની કરચોરી ખુલી
લાંબા સમય બાદ સેન્ટ્રલ જીએસટીનું એક્શન,હજુ ડીસ્ટ્રીબ્યુટર્સને તપાસ બાદ સાચો આંકડો બહાર આવશે
રાજકોટમાં સીજીએસટીએ એક્શન મોડમાં આવતાંની સાથે જ ઉધોગકારોમાં ફફડાટ ફેલાય ગયો છે,જીએસટી સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર શાપર અને મેટોડામાં આવેલી એક ઇન્ડસ્ટ્રીઝમાં બે દિવસથી સેન્ટ્રલ જીએસટી દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
લાંબા સમય બાદ જીએસટી વિભાગએ દરોડાની કામગીરી શરૂ કરી છે. આ કંપનીનું એક યુનિટ શાપર અને એક મેટોડામાં આવેલું છે, રાજકોટમાં ચાલી રહેલી આ બે દિવસની તપાસ દરમિયાન 50 લાખ થી વધુની કરચોરીનો આંકડો બહાર આવ્યો છે. હજુ આગામી દિવસોમાં ડીસ્ટ્રીબ્યુટર્સને ત્યાં સર્ચ હાથ ધરાશે.