આરોગ્ય વિભાગ દ્વારા કરાઇ વર્લ્ડ જૂનોસીસ દિવસની ઉજવણી
પ્લેગ, હડકવા, યલો ફીવર જેવા રોગ વિશે શાળાઓમાં બાળકોને અપાઈ માહિતી
આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ જૂનોસીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે ફેલાયેલો ચેપ છે. તમામ ચેપી રોગમાં જૂનોસીસ રોગના પેથોજન્ય 60 ટકા માટે જવાબદાર છે. જ્યારે બીજા ઉભરતા રોગો માટે જૂનોસીસ રોગના પેથોજન્ય 75 ટકા જવાબદાર છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જૂનોસીસ રોગ વિશે ગ્રામ સભાઓ સહિતના કાર્યક્રમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જૂનોસીસ રોગ કે જેમાં હડકવા, પ્લેગ, યલો ફીવર, બ્રુસેલોસીસ, વેસ્ટ નેલ ફીવર જેવા ઉભરતા રોગોનો સમાવેશ થાય છે. આ જૂનોસીસ દિવસનો ઉદ્દેશ્ય તબીબો અધિકારીઓ, પશુચિકિત્સકો, વૈજ્ઞાનિકો, પર્યાવરણવિદ સહિત લોકોને સાથે લાવવાનો અને તેમની વચ્ચે જાગૃતિ લાવવાનો છે. રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા શાળાઓમાં બાળકોને જૂનોસીસ રોગો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત લોકોમાં જાગૃતતા લાવવા ગ્રામ સભાઓ યોજવામાં આવી હતી. ખાસ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોને માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.